Physical strength can never permanently withstand the impact of spiritual force. – Franklin D. Roosevelt
Arti, stuti and Gujarati stories. The aim of this blog is to provide the stories to the children, who are born and bought up in different countries other than India and can't read Gujarati and for those people who are away from their native place and not able to find stories and arti during their fasting.
ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે . મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન વખતે જાણીયે -અજાનિયે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે .આ દિવસ ઋષિપંચમી તરીકે ઓળખાય છે .વ્રત કરનારે સવારે વેહલા ઊઠી , અઘેડાનું દાતણ કરવું . શરીરે માટી ચોળી માથામાં આંબળા ની ભૂકી નાખી માથું ચોળવું .આ દિવસે ઉપવાસ કરવો .સામો ખાવો તથા ફળાહાર કરી શકાય .
શ્રવણ માસના પેહલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થઇ છે,અને બીજા રવિવારે પૂરું થઇ છે .આ દિવસે બેહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બેહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે . આ વ્રત ભાઈના કલ્યાણ માટે ,તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે
દેબોદ એક ટોલેમિક મંદિર બીજી સદીનું ઈજીપ્તીયન મંદિર છે .
ટેમ્પ્લો દ દેબોદ ઈજીપ્તની દક્ષિણમાં સ્થત થયેલું હતું .
આ મંદિર આદિમલામ દેવ અને દેવી ઇસિસ ને સમર્પિત છે.
મંદિર નું નિર્માણ બીજી સાદી મેરો ના રાજા આદીજાલમની દ્વારા કરવામાં આવ્યું હતું . છઠ્ઠી સદી ના અંતે નિરુસીયસને ખ્રિસ્તી ધર્મ માટે રૂપાંતરિત કાર્ય બાદ મંદિર ને સીલ કરવામાં આવ્યું હતું .પથ્થરો નું પુનઃ નિર્માણ કરી ને 1972 માં જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું .
મંદિર એટલું જૂનું છે કે તેમાં માત્ર 10 માણસ નો પ્રવેશ થઇ શકે છે .અમુક જગ્યા માં પ્રવેશ વર્જિત છે. મંદિર માં જવા માટે લાઇન માં કલાકો સુધી ઉભું રેહવું પડે છે .
મેડ્રિડ સ્પેઇન માં દેબોદ મંદિર કઈ રીતે આવ્યું ?
ઈજીપ્તની મહાન અસ્વાન ડેમ નું નિર્માણ 1960 માં શરુ થયું હતું। વિશાલ તળાવ ની લંબાઈ 500 કિલોમીટર હતી .જેને કારણે પૂર આવ્યું અને પુરાતત્વીય સ્મારકોનો અંત થયો.
લોઅર ન્યુબિયાની સાઈટ્સ ,તેના પાણી હેઠળ કાયમી ડૂબી ગઈ .
ઈજીપ્ત અને સુદામાની વિનંતી પર ,યુનેસ્કો એ મંદિર અને સ્મારકો ને બચાવવાનું કાર્ય હાથ માં લીધું .
ચાર મંદિરો બચાવવા માં આવ્યા હતા, ઈજીપ્ત એ જે દેશોમાં થી સૌથી વધુ યોગદાન આવ્યું અને દાન માં આપ્યા .
1968 માં સ્પેઇન એ ટેમ્પલ દ દેબોદ મેળવ્યું , અબુ સિમ્બલના મંદિર ને બચાવવા માટે .
ભૂતપૂર્વ કુએટરલ લા મોન્ટાનાની સાઈટ પર 1970 માં એષલોર્સ મેડ્રિડ સ્પેઇન પોંહચીયા અને મંદિર ની સ્થાપના કરવામાં આવી .
1972 માં નાગરિકો એને પ્રવસીયો માટે મંદિર ખુલીયું .
શ્રાવણ વદ આઠમ,તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે .આ દિવસે મધ્યરાત્રીએ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો . આ દિવસે વ્રત કરનાર સવારે નાહી -ધોઈ શ્રીકૃષ્ણનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર કરી ને ઉપવાસ કરે છે. મધ્યરાતે મંદિરમાં જઈ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરે છે .વ્રત કરનારે નીચેની કૃષ્ણ કથા વાંચવી કે સાંભળવી .
શ્રાવણ વદ ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનાર આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કકું ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું .વ્રત કરનારે એ દિવસે ઘઉં ની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહિ .આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી ખવાય છે.
સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે . આ વ્રત દર સોમવારે કરવાનું .એકે સોમવાર પાડવો નહિ .વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું .આ વ્રતમાં શિવજીની પૂજા કરવી,એકટાણું કરવું .
બળેવ એટલે રક્ષાબંધન .શ્રાવણ સુદ પૂનમના દીવસે રક્ષાબંધન આવે છે.રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ .આ દિવસે બેહેન ભાઈને ઘરે જઈ ,ભાઈને હાથે રાખડી બાંધે છે .તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે . રક્ષાબંધનની ઘણી કથાઓ છે .તેમાં એક કથા આવી છે :
દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયા .આ વખતે બૃહસ્પતિએ આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું "હે સુરેન્દ્ર !હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું। .મારા આર્શીવાદથી તમે દૈત્યોનો સરળતાથી નાશ કરી શકશો .
આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી .આ રક્ષા ઈન્દ્રાણી એ દેવરાજનાં હાથ પર બંધાતા ,ઇન્દ્ર વિજેતા બન્યા .
આમ પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બેહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાથના કરતા હતાં .જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતામાતાએ અભિમન્યુના કાંડા પર બાંધી હતી .એ રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી,ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો .
ચિતોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણોથે મોગલ બાદશા હુમાયુને મોક્લી ,તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો .આમ રાખડીનો મહિમા ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે .
આ દિવસે બ્રાહ્મણો સવારે વેહલા ઊઠી નદીએ જય સ્નાન કરી ,જૂની જનોઈને બદલી ને નવી જનોઈ ધારણ કરે છે .જૂની જનોઈ તેઓ જળ માં પધરાવી દે છે .
બળેવને કેટલાક લોકો "નારિયેળી પૂનમ " પણ કહે છે .આ દિવસે સાગર ખેડુઓ સાગર માં શ્રીફળ હોમી સાગર દેવનું પૂજન કરી પછી જ વહાણે ચડે છે.
આમ આ દિવસે બ્રાહ્મણો,ભાઈ,બેહનો તથા સાગર-ખેડુઓ માટે જ આનંદ-ઉત્સવનો દિવસ છે .
શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.વ્રત કરનાર સવારે વેહલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે .આખો દિવસ રાંધણછઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે .આ દિવસે ચૂલો સળગાવવો નહિ .ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી .
આ વ્રત શ્રાવણ માસના પેહલા સોમવારથી શરુ કરવામાં આવે છે . વ્રત કરનારે ત્રણ,પાંચ સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી .તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી ,મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું ,ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું .આ વ્રત ઘણું કઠણ છે .સોમવારે સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ મંદિરે જવું .પછી સાકરના ચાર સરખા ભાગ કરી,એક ભાગ મહાદેવજીને ધરાવવો,સાકરનો બીજો ભાગ રમતાં બાળકોને આપવો ,ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી ,કુવા કે તળાવમાં પધરાવી દેવો।આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો .પછી સાકરીયા સોમવારની વાર્તા સાંભળવી .