Monday, 12 August 2019

બોળચોથ વ્રત

                                બોળચોથ વ્રત


શ્રાવણ વદ  ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનાર આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કકું ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું  પૂજન કરવું તથા એકટાણું જમવું  .વ્રત કરનારે એ દિવસે ઘઉં ની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહિ  .આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી ખવાય છે.

Sunday, 11 August 2019

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત 


સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે  . આ વ્રત દર સોમવારે કરવાનું   .એકે સોમવાર પાડવો નહિ   .વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું   .આ વ્રતમાં શિવજીની પૂજા કરવી,એકટાણું કરવું  .

Friday, 9 August 2019

બળેવ

બળેવ 


બળેવ  એટલે રક્ષાબંધન  .શ્રાવણ સુદ પૂનમના દીવસે રક્ષાબંધન આવે છે.રક્ષાબંધન  એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જઈ ,ભાઈને હાથે રાખડી બાંધે છે  .તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે  .
રક્ષાબંધનની ઘણી કથાઓ છે  .તેમાં એક કથા આવી છે :

દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયા  .આ વખતે બૃહસ્પતિએ આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું "હે સુરેન્દ્ર !હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું।  .મારા આર્શીવાદથી તમે દૈત્યોનો સરળતાથી નાશ કરી શકશો  .

આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી  .આ રક્ષા ઈન્દ્રાણી એ  દેવરાજનાં હાથ પર બંધાતા ,ઇન્દ્ર વિજેતા બન્યા  .
આમ પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બેહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાથના કરતા હતાં   .જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતામાતાએ અભિમન્યુના કાંડા પર બાંધી હતી  .એ  રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી,ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો  .

ચિતોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણોથે મોગલ બાદશા હુમાયુને મોક્લી ,તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો  .આમ રાખડીનો મહિમા ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે  .

આ દિવસે બ્રાહ્મણો સવારે વેહલા ઊઠી નદીએ જય સ્નાન કરી ,જૂની  જનોઈને બદલી ને નવી જનોઈ ધારણ કરે છે  .જૂની જનોઈ તેઓ જળ માં  પધરાવી દે છે  .
બળેવને કેટલાક લોકો "નારિયેળી પૂનમ " પણ કહે છે   .આ દિવસે સાગર ખેડુઓ સાગર માં શ્રીફળ હોમી સાગર દેવનું  પૂજન કરી પછી જ વહાણે ચડે છે.
આમ આ દિવસે બ્રાહ્મણો,ભાઈ,બેહનો તથા સાગર-ખેડુઓ માટે જ આનંદ-ઉત્સવનો દિવસ છે  .

Wednesday, 7 August 2019

શીતળા સાતમ ની વ્રત કથા

શીતળા સાતમ ની વ્રત કથા

 

શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.વ્રત કરનાર સવારે વેહલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે   .આખો દિવસ રાંધણછઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે  .આ દિવસે ચૂલો સળગાવવો નહિ   .ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી   .

Saturday, 3 August 2019

ભાખરીયા સોમવાર ની વ્રત કથા

            ભાખરીયા સોમવાર ની વ્રત કથા 



આ વ્રત શ્રાવણ માસના પેહલા સોમવારથી શરુ કરવામાં આવે છે   . વ્રત કરનારે ત્રણ,પાંચ સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી  .તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી ,મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું ,ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.



Friday, 2 August 2019

સાકરિયો સોમવાર ની વ્રત કથા

સાકરિયો સોમવાર ની વ્રત કથા 


શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું  .આ વ્રત ઘણું કઠણ છે  .સોમવારે  સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ  મંદિરે જવું  .પછી સાકરના ચાર સરખા ભાગ કરી,એક ભાગ મહાદેવજીને ધરાવવો,સાકરનો બીજો ભાગ રમતાં બાળકોને આપવો ,ત્રીજો ભાગ પોતે પ્રસાદ  તરીકે લેવો અને ચોથો ભાગ નદી ,કુવા કે તળાવમાં પધરાવી દેવો।આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો  .પછી સાકરીયા સોમવારની વાર્તા સાંભળવી   .


Thursday, 1 August 2019

ફૂલકાજલી વ્રત

                              ફૂલકાજલી વ્રત 



આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે   . આ વ્રત શ્રાવણ સુદ ત્રીજ ને દિવસે કરવામાં આવે છે આ વફરાટ ફૂલ સુંધી ને કરવામાં આવે છે  .




                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...