Physical strength can never permanently withstand the impact of spiritual force. – Franklin D. Roosevelt
Arti, stuti and Gujarati stories. The aim of this blog is to provide the stories to the children, who are born and bought up in different countries other than India and can't read Gujarati and for those people who are away from their native place and not able to find stories and arti during their fasting.
જેઓ અખંડ સોમવારનું વ્રત કરતા હોય ,તેઓ આ વ્રત કરી શકે છે . આ વ્રત કરતી સ્ત્રીઓએ સોમવારે સવારે નદી જઈ સ્નાન કરી મહાદેવજીની પૂજા કરવાની હોય છે.પછી ઘરે આવી ભગવાનનો દીવો કરવામાં આવે છે.અને આ વ્રત ની કથા સાંભળવામાં કે કહેવામાં આવે છે. ત્યાર બાદ એકટાણું કરવામાં આવે છે.
લીલું લસણ : લસણ ના ફાયદાસામાન્ય લસણ કરતાં પણ વધુ છે.શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.
બાજરો : બાજરામાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે.
લીલી હળદર :કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ ,હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે.
મૂળો :પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે.
આમળાં :વિટામિન C અને શરીરને પોષણ આપે છે.
લીલાં પાનવાળી શાકભાજી :મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન.આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.
તુવેર-વટાણા-વાલ-લીલા ચણા માંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે.
ખજૂર :બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે.
તલ :સારી ક્વૉલિટીની ફૅટ્સ,પ્રોટીન મળે છે.પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે.
ગુંદર :એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે.
અડદિયા :ઘણા જ ગુણકારી છે.પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે.
આ વ્રત જેઠ સુદ તેરશ થી શરુ કરવામાં આવે છે અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે .પ્રથમ બે દિવસ નો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે .અબીલ, ગુલાલ ,કંકુ અને ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડ ને પાણી પાવું તથા કાચા સુતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે . આ વ્રત પતિ ના આયુષ્ય માટે કરવામાં આવે છે .