Thursday 19 November 2020

શિયાળા માં શું ખાશો ?

 શિયાળા માં   હેલ્થી રહેવા માટે  શું ખાશો ? 



લીલું લસણ : લસણ ના ફાયદાસામાન્ય લસણ કરતાં પણ વધુ છે.શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.

 

બાજરો :  બાજરામાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે.

 

 લીલી હળદર :કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ ,હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે.

 

મૂળો :પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી  દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. 

 

આમળાં :વિટામિન C અને શરીરને  પોષણ આપે છે. 

 

લીલાં પાનવાળી શાકભાજી :મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન.આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. 


 તુવેર-વટાણા-વાલ-લીલા ચણા માંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. 

 

ખજૂર :બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે. 


તલ :સારી ક્વૉલિટીની ફૅટ્સ,પ્રોટીન  મળે છે.પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. 

 ગુંદર :એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. 

અડદિયા :ઘણા જ ગુણકારી છે.પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે.

 

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...