Thursday, 19 November 2020

શિયાળા માં શું ખાશો ?

 શિયાળા માં   હેલ્થી રહેવા માટે  શું ખાશો ? 



લીલું લસણ : લસણ ના ફાયદાસામાન્ય લસણ કરતાં પણ વધુ છે.શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.

 

બાજરો :  બાજરામાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે.

 

 લીલી હળદર :કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ ,હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે.

 

મૂળો :પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી  દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. 

 

આમળાં :વિટામિન C અને શરીરને  પોષણ આપે છે. 

 

લીલાં પાનવાળી શાકભાજી :મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન.આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. 


 તુવેર-વટાણા-વાલ-લીલા ચણા માંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. 

 

ખજૂર :બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે. 


તલ :સારી ક્વૉલિટીની ફૅટ્સ,પ્રોટીન  મળે છે.પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. 

 ગુંદર :એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. 

અડદિયા :ઘણા જ ગુણકારી છે.પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે.

 

Wednesday, 18 November 2020

વટ સાવિત્રી વ્રત

 વટ સાવિત્રી વ્રત 



આ વ્રત જેઠ સુદ તેરશ થી શરુ કરવામાં આવે છે  અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે  .પ્રથમ બે દિવસ નો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે  .અબીલ, ગુલાલ ,કંકુ અને ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડ ને પાણી પાવું તથા કાચા સુતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે  . આ વ્રત પતિ ના આયુષ્ય માટે કરવામાં આવે છે  .

Friday, 16 October 2020

અરૂંધતી વ્રત

અરૂંધતી વ્રત  



આ વ્રત ચૈત્ર સુદ ત્રીજ ને દિવસે કરવામાં  આવે છે  . આ વ્રત અખંડ સૌભાગ્ય આપનારું છે  . વ્રત કરનાર સ્ત્રીનો  ચૂડી -ચાંદલો અખંડ રહે છે  .



સરવાના આરોગ્ય માટેના ગુણોગ :

 સરગવાના આરોગ્ય માટેના ગુણો :સરગવાના શિંગ , પાંદડાં અને ફૂલ ના ફાયદા



લોહીના 'હિમોગ્લોબિન'નું પ્રમાણ વધારે છે વજન ઓછું કરવામાં મદદ કરે છે સરગવાના ફૂલની પેસ્ટ બનાવીને રોજ ૧૫ દિવસ સુધી લગાડવાથી ખીલ અને મો પરના ડાઘા નાશ પામે છે. શક્તિ આપે છે અને થાક જતો રહે છે સરસ ઊંઘ આવે છે મૂડ સરસ રાખે છે. લિવરની શક્તિ વધારે છે.ઝેરી પદાર્થો ને દૂર કરવાનું અને લોહીને ચોખ્ખું રાખવાનું કામ કરે છે ડાયાબિટીસને કાબુમાં રાખે છે શરીરમાં સોજો આવતા અટકાવે છે હોજરી અને આંતરડા સાફ રહે છે સરગવાના પાન લેવાથી આલ્ઝામર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવાનો રોગ) થતો અટકે છે.

Tuesday, 29 September 2020

પુરૃષોત્તમ માસ વ્રત કથા

પુરૃષોત્તમ માસ વ્રત કથા  



અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે   આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે   ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે   . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો  બાળવો   . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું  .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું  . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું  .આખો મહિનો એકટાણું ભોજન કરવું   .રાત્રે ભોંયપથારી કરી સૂવું  . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું  .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી  .

Wednesday, 23 September 2020

આસો માસ ના વ્રતો અને તહેવારો


આસો માસ ના વ્રતો અને તહેવારો 
 


કુમારિકા પૂજન 

અશોક વ્રત 

રાવણ ત્રીજ

 સિંદૂર ત્રીજ 

રાતઃચોથ 

પંચરાત્રિ વ્રત 

મહાઅષ્ટમી 

ભદ્રકાળી વ્રત 

દશેરા 

જીવિતપુત્રિકા વ્રત 

શરદપૂનમ 

કોજાગર વ્રત  

ધનતેરશ 

કાળી ચૌદસ 

દિવાળી 


Monday, 21 September 2020

સિદ્ધ ગણેશ વ્રત

સિદ્ધ ગણેશ વ્રત (વ્રત કથા અને સંપૂર્ણ વિધિ)



 આ વ્રત ગમે તે મંગળવાર થી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે ત્રણ સોપારી લઇ તેનું પૂજન કરવું  . તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્દશી ના દિવસ નદી , તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહીત પધરાવી દેવી  . ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી   .આ પૂજનથી ધનવૃદ્ધિ  ઝડપથી થઇ છે.

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...