Wednesday, 30 June 2021

અંગાડીયોમાં છુપાયેલા છે ઘણી બીમારીઓ ના ઈલાજ

 અંગાડીયોમાં છુપાયેલા છે ઘણી બીમારીઓ ના ઈલાજ


 

અને કિડની તંદુરસ્ત રહે છે .

બૂટભવાનીમાનું વ્રત


 બૂટભવાનીમાનું વ્રત 

આ વ્રત 11 બુધવારનું હોય  છે .કોઈપણ  ઉત્તમ માસના પ્રથમ બુધવારથી આ વ્રત શરૂ કરવું .કારતક અને ભાદરવા માસમાં આ વ્રત શરુ ના કરવું .

બુધવારે સૂર્યાસ્ત થઈ ગયા પછી એક બાજોટ કે પાટલા  પર લાલ વસ્ત્ર પથારી, તેના પર માં બૂટભવાનીની છબીની સ્થાપના કરી ,તેમને લાલ કે લીલા રંગ ની નાની ચૂંદડી ઓઢાડવી.પછી ચાંદલો કરી અક્ષતથી વધાવવા .છબી ની જમણી બાજુએ ઘીનો દીવો પ્રગટાવવો .ડાબી બાજુએ ત્રણ અગરબત્તી પ્રગટાવવી .ત્રણ કરતા વધુ કે ઓછી અગરબત્તી ન કરવી .છબી પાસે લાલ રંગનું એક ફૂલ મૂકવું .ફૂલ પણ એકજ મૂકવું .ત્યાર પછી નવ વાર માં બુટભવાની નો 'ૐ બુટભવાની માતંભ્યો નમઃ ' મંત્ર બોલી પ્રણામ કરવા .નવ વાર આ મંત્ર બોલવો.


Tuesday, 25 May 2021

શ્રી ગણેશ સ્તુતિ

 શ્રી ગણેશ સ્તુતિ 

ગાઇયે ગણપતિ જગ-વંદન l 
શંકર ભુવન ભાવની-નન્દન ll 
શિદ્ધિસદન ,ગજ-વંદન ,વિનાયક l 
કૃપા- સિન્ધુ ,સુન્દર સબ લાયક ll 
મોદક-પ્રિય, મૂદ -મંગલ દાતા l
વિદ્યા-વારિધિ બુદ્ધિ વિધાતા ll 
માંગત તુલસીદાસ કર જોરે l
બસહિં રામ- સિયા માનસ મોરે ll 


Friday, 14 May 2021

સોમવતી અમાસ

 સોમવતી અમાસ 



જે દિવસે સોમવારે અમાસ આવતી હોય , ત્યારે આ વ્રત કરવું .આ દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી ,પીપળાને ગોળ પ્રદક્ષિણા કરતા કાચા  સુતરની દોરી પીપળાને ફરતે વીંટવી .આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું .સોમવતી અમાસને દિવસે જળમાં પિલધારી ગંગા અને પુષ્કળ તિર્થો વસે છે .સ્વર્ગમાં ,આકાશમાં અને પૃથ્વીમાં જે તિર્થો છે.તે સંઘળા તિર્થો સોમવતી અમાસ ને દિવસે જળમાં વસે છે.તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે.


અખાત્રીજ

અખાત્રીજ   


અખાત્રીજ નું મહત્વ અને મહત્વપૂર્ણ જાણકારીઓ 

 બ્રહ્માજી ના પુત્ર અક્ષય કુમાર નું અવતરણ .

 માં અન્નપૂર્ણા નો જન્મ 

 ચિરંજીવી મહાઋષિ પરશુરામ ભગવાન નો જન્મ એટલે આજે પરશુરામ જન્મ ઉત્સવ પણ છે .

 આજના દિવસે કુબેર ને ધન પ્રાપ્તિ થઇ હતી .

 માં ગંગા નું ધરતી પર અવતરણ થયું હતું .

 સૂર્ય દેવ એ પાંડવોને અક્ષયપાત્ર આપ્યું હતું .

મહાભારત નું યુદ્ધ સમાપ્ત થયું હતું.

ગણેશજી સાથે ઋષિ વેદવ્યાસ એ મહાભારત ની રચના શુરૂ કરી હતી .

 પેહલા તીર્થંકર આદિનાથ ઋષભ દેવજી ભગવાન  એ 13 મહિનાનો કઠિન ઉપવાસ શેરડી ના રસ થી કર્યો હતો.

 પ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી બદ્રી નારાયણ ધામ ના દરવાજા ખોલાયા.

વૃંદાવન ના બાંકેબિહારી મંદિર માં ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણો ના દર્શન થયા હતા .

 ભગવાન જગન્નાથપુરી ના રથો બનાવવાનું પ્રારંભ થયું હતું.

 આદિ શંકરાચાર્ય  એ કનાકધારા સ્તોત્રોં ની રચના કરી હતી .

 આ દિવસ ને અક્ષય પણ કહેવામાં આવે છે .શ્રય એટલે નાશ અક્ષય એટલે જેનો કોઈ દિવસ નાશ ન થાય .

 અખાત્રીજ ના દિવસે કોઈ પણ મહ્વત્વ ના કાર્ય થાય છે.

 શ્રી હરિ વિષ્ણુ ભાગના અને માં લક્ષ્મી ની કૃપા તમારા પર બની રહે 

તમારા ઘર અને મન ધન થી ભરેલા રહે 

અક્ષય તૃતીયા પર તમારા સપના પૂર્ણ થાય 

તમારો પરિવાર તમારો થાય 

એનો સાથ કોઈ દિવસ ના છોડાય 



 

Wednesday, 21 April 2021

શ્રી રામની સ્તુતિ

શ્રી રામની સ્તુતિ  



શ્રી રામ ચંદ્ર  કૃપાલુ  ભજમન ,હરણ ભાવભય દારુણમં,

નવ કંજલોચન કંજમુખ, કરકંજ પદ કંજારુણમં: 

કંદર્પ અગણિત અમિત છબિ ,નવનીલ નિરદ સુંદરં ;

પતપીત માનહુ  તાડિત રૃચિ ,શુચિ નાઉમી જનક સુતાવરં:

રઘુનંદ આનંદકંદ , કૌશલચંદ દશરથનંદનં .

સિર મુકુટ કુંડલ તિલકચરુ, ઉદાર અંગ  વિભષણં ;

આજાનુભૂજ  શરચાપધર,સંગ્રામજિત ખરદૂષણં.

ઇતિ વદતી તુલસીદાસ ,શંકરશેષમુનિમન રંજનં ;

મમ હ્ર્દયકંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનં .

શ્રી રામ જય રામ 

 

વૈભવ લક્ષ્મી વ્રત કથા 2

Sunday, 14 March 2021

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 5

 

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 5




અરડૂસી 


કુંવરપાઠું 


અશ્વગંધા 


જાસુદ 

બ્રાહ્મી 


પાનફૂટી 


તુલસી 

શતાવરી

 
લીલીચા 

અજમા પાન 

ફુદીનો

કરીયાતુ 

 લીંડીપીપર 

મીઠો લીમડો 

નાગરવેલ 

મહેંદી 

ગાળો 

જીવંતી-ડોડી 

શંખપુષ્પી 

ભૃંગરાજ-ભાંગરો

નગોડ  

બીલી 

આમળા 

સરગવો 














વૈભવ લક્ષ્મી વ્રત -1

 વૈભવ લક્ષ્મી વ્રત કથા  -1



આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે . શુક્રવારે  નાહી -ધોપઈ 'જય માં લક્ષ્મી'ના  જાપવા . સાંજે દીવાબત્તી કરી, હાથ- પગ ધોઈ , પાટલો ઢાળી પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું .પાતળા ઉપર લાલ કપડાનો ટુકડો પથારી તેના પર ચોખાની ઢગલી કરવી.તે ઢગલી પર ત્રામ્બા નો લોટો મુકવો. લોટ ઉપર એક વાટકી માં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડો રૂપિયો મુકવો. વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો.  

બારે માસની એકાદશીનાં વ્રતો


 બારે માસની એકાદશીનાં વ્રતો  

શુક્લ(સુદ) અને કૃષ્ણ (વદ ) આમ બે પ્રકારની એકાદશી છે. એકંદર બાર માસની ચોવીસ અને અધિક માસની બે મળી ને છવ્વીસ એકાદશી છે.એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે . તે દિવસે ફરાળી લઈ શકાય છે .ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.તે દિવસે ૐ નામો નારાયણ ના મંત્ર નો જાપ કરવો. જે તે એકાદશીની વ્રત કથા વાંચવી કે સાંભળવી.

પ્રબોધિની એકાદશી :કારતક સુદ એકાદશી 

ઉત્પત્તિ એકાદશી :કારતક વદ એકાદશી 


વૈભવ લક્ષ્મી વ્રત -2

વૈભવ લક્ષ્મી વ્રત -2



  

Monday, 8 March 2021

श्री गणशे आरती

श्री  गणशे

जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाक पावती पिता महादेवा॥

एकदन्त दयावन्त  चारभुजाधारी

माथे पर तिलक  सोहे मसू की   सवारी।… जय गणेश पान चढ़े फू ल चढ़े और चढ़े मेवा

लड् डु अन का भोग लगे संत  करे  सेवा॥… जय गणेश जय गणेश जय गणेश जय गणेश देवा।

माता जाक पावती पिता  महादेवा॥… जय गणेश

अंधे  को आँख देत, कोिढ़न को काया।

                           बाँझन को पुत्र  देत,निर्धन  को माया ।।… जय गणेश 

'सुर  ' श्याम  शरण आए सफल कीजे  सेवा माता जाक पावती पिता  महादेवा॥… जय गणेश जय गणेश जय गणेश जय गणेश देवा। माता जाक पावती पिता  महादेवा॥… जय गणेश


Wednesday, 10 February 2021

સતી સિમંતિનીનું વ્રત

 સતી સિમંતિનીનું વ્રત 



જેઓ અખંડ સોમવારનું વ્રત કરતા હોય ,તેઓ આ વ્રત કરી શકે છે . આ વ્રત કરતી સ્ત્રીઓએ સોમવારે સવારે નદી જઈ સ્નાન કરી મહાદેવજીની પૂજા કરવાની હોય છે.પછી ઘરે આવી ભગવાનનો દીવો કરવામાં આવે છે.અને આ વ્રત ની કથા સાંભળવામાં કે  કહેવામાં આવે છે. ત્યાર બાદ એકટાણું કરવામાં આવે છે.


આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 4

 

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 4




સાંધા ના દુઃખવા માટે - મેથી, હળદર ,વાવડીંગ 
ગેસ માટે -અજમો ,હરડે,સંચાર,વાવડીંગ,ઇન્દ્રજવ 
દાંતના રોગો માટે - લીમડો, જાયફળ,ફટકડી,બાબુલ,ફુદીનો.
વાળ માટે-શિકાકાઈ ,અમલા ,અરીઠા,કડવો લીમડો  ,મહેંદી.
કમળા (તાવ) માટે-અજમો બીલીપત્ર ગાળો ફુદીનો,સતાવરી ,લીમડાની છાલ 
શારીરિક શક્તિ માટે-અશ્વગંધા શતાવરી,વરિયાળી,લવિંગ ,આમળા ,અરડૂસી,કડુ 
એસીડીટી માટે-આમળા ,ગંઠોડા,વરિયાળી,
ચિકન ગુનીયા માટે-મેથી,હળદર,વાવડીંગ ,કડુ 
યાદશક્તિ માટે-આમળા અશ્વગંધા,શંખપુષ્પી,અર્જુન ગોખરુ 
કબજિયાત માટે-અમલા.અજમો,બેહડા ,ફુદીનો ,હીમજ જીરું સુંઠ 

Thursday, 14 January 2021

યોગાસનો નું મહત્વ અને ફાયદાઓ



યોગાસન કરતા પેહલા ધ્યાન રાખવાજેવી અગત્ય ની બાબતો 

1. આસનો ખાલી પેટે અથવા ભોજન કાર્ય બાદ  4-5 કલાક પછી કે દૂધ પીધા બાદ 2 કલાક પછી કરી શકાય છે.આસાન કાર્ય બાદ અર્ધી કલાક પછી જ કઈ ખાવું કે પીવું.
2.યોગાસન બને ત્યાં સુધી પ્રતકાળે શૌચક્રીયા પછી કરવાં જોઈએ .
3.સ્નાન કારિયા પછી યોગાસન કરો તો સારું.
4.મોં દ્વારા શ્વાસ ના લેતા નાક થી શ્વાસ લેવો .
5.હંમેશા આસાન બિછાવીને તેના પર બેસીને જ આસાન કરો .ખુલ્લી સ્વરછ સમતલ અને શાંત જગ્યા પર બેસી આસાન કરવું જોઈએ.
6.આસાન કરનારનું ધ્યાન શ્વાસ ઉપર તેમજ શરીર જે અંગો ઉપર જોર પડતું હોયતે  અંગો ઉપર રેહવું જોઈએ.
7.એકાગ્રતા થી આસાન કરવામાં આવે તો શારીરિક અને માનસિક લાભ વધુ થઇ છે . આસાન કરતી વખતે વાતચીત કરવી નહિ .
8.યોગાસન અહીંસક ક્રિયા છે એટલે બળજબરીથી કે ઝડપથી કે ઉતાવળથી એનો કરવા નહીં.
9.આસન કર્યા બાદ ઠંડી કે ઠંડા વાતાવરણમાં ન નીકળવું .સ્નાન કરવું હોઈ તો 15- 20 મિનિટ પછી કરવું.
10. આસનો કરતાં કરતાં વચ્ચે અને છેલ્લે સવાસન કરીને શરીરના તંગ થયેલા સ્નાયુઓને ઢીલાં કરી આરામ આપવો.
11.આસન બાદ મૂત્ર ત્યાગ અવશ્ય કરવો.
12.આસાન કર્યા બાદ થોડું તાજું પાણી પીવું હિતાવહ છે.
13.સ્ત્રીઓએ સગર્ભાવસ્થામાં કોઈપણ આસન કદાપિ ન કરવું.
14.આસાન બહુ નાના બાળકો ને ન કરાવવું .12 વર્ષ ની ઉપર ઉંમરની ઉમરવાળી વ્યક્તિઓએ  જ કરવાં .
15.જેમને બ્લડપ્રેશર કે હ્રદયરોગની તકલીફ હોઈ તેમણે યોગાસન ન કરવાં અથવા ડૉક્ટર ની સલાહ અનુસાર કરવાં .
16. યોગાસન કરતા પેહલા જાણકાર યોગ શિક્ષક કે ડૉક્ટર ની સલાહ લેવી હિતાવહ છે.
17.બે આસનો વચ્ચે સવાસન કે સૂક્ષ્મ આસન કરવું જરૂરી છે .
18.આહાર સાદો સાત્વિક અને ઓછો લેવો જોઈએ.


યોગાસનો નું મહત્વ અને ફાયદાઓ 

યોગાસનો માટે ઓછી જગ્યા અને ઓછા સાધનોની જરૂર પડે છે.
યોગાસનો વ્યક્તિ પોતે એકલી પણ કરી શકે છે .
યોગાસનથી શરીરીના યાત્રિક અંગો ને પૂરતી કસરત મળી રહે છે.
શરીર લચીલું અને સ્ફર્તિમય બને છે. જેથી કામ કરવાની શક્તિ વધે છે . વ્યક્તિ  યુવાન લાગે છે. તેનું આયુષ્ય વધે છે અને નિરોગી રહે છે.
યોગાસનની અસર મન અને ઈન્દ્રીઓ ઉપર વધારે પડે છે.તેને કારણે વ્યક્તિની મન અને ઇન્દ્રિયોને વશ કરવાની શક્તિનો વિકાસ થઇ છે.
યોગાસનમાં વધારે ખોરાકની જરૂર પડતી નથી. તેથી વિશેષ ખર્ચ કરવો પડતો નથી.
યોગાસનદ્વારા મળ અને અન્ય વિકૃતિઓ સારી રીતે બહાર નીકળી શકે છે ,જેને કારણે  રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર રોગમુક્ત બને છે.
જુદાં જુદાં  આસનો દ્વારા શરીર જુદી જુદી કેશવાહિનીઓ નું રક્ત ઝડપથી શુદ્ધિકરણ થાય  છે.
યોગાસનો અને પ્રાણાયમોથી  ફેફસાને સકુંચન અને પ્રસારણની શક્તિ વધે છે તેથી રુધિર વધારે પ્રમાણમાં શુદ્ધ થાય છે.
આસનો દ્વારા કરોડરજ્જુને ફ્લેક્સિબલ અને મજબૂત રાખી શકાય છે.
આસનો કરતી વખતે ખુબજ ઓછી શક્તિ નો વ્યય થાય છે . પરિણમે ઓછો થાક  લાગે છે.
યોગાસન થી શારીરિક અને માનસિક શક્તિ તેમજ વ્યક્તિનો બૌદ્ધિક અને આત્મિક વિકાસ પણ શક્ય બને છે .
મોટી ઉંમરના ભાઈ બેહનો પણ કરી શકે છે.
યોગાસનો અને પ્રાણાયમથી અનેક રોગો મટાડી શક્ય છે.
યોગાસનોથી જુદી જુદી ગ્રન્થોને જાગ્રત કરી શકાય છે.
પ્રાણાયમ  કરતા પેહલા આસનો કરવા જોઈએ .




 

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...