Wednesday 30 June 2021

બૂટભવાનીમાનું વ્રત


 બૂટભવાનીમાનું વ્રત 

આ વ્રત 11 બુધવારનું હોય  છે .કોઈપણ  ઉત્તમ માસના પ્રથમ બુધવારથી આ વ્રત શરૂ કરવું .કારતક અને ભાદરવા માસમાં આ વ્રત શરુ ના કરવું .

બુધવારે સૂર્યાસ્ત થઈ ગયા પછી એક બાજોટ કે પાટલા  પર લાલ વસ્ત્ર પથારી, તેના પર માં બૂટભવાનીની છબીની સ્થાપના કરી ,તેમને લાલ કે લીલા રંગ ની નાની ચૂંદડી ઓઢાડવી.પછી ચાંદલો કરી અક્ષતથી વધાવવા .છબી ની જમણી બાજુએ ઘીનો દીવો પ્રગટાવવો .ડાબી બાજુએ ત્રણ અગરબત્તી પ્રગટાવવી .ત્રણ કરતા વધુ કે ઓછી અગરબત્તી ન કરવી .છબી પાસે લાલ રંગનું એક ફૂલ મૂકવું .ફૂલ પણ એકજ મૂકવું .ત્યાર પછી નવ વાર માં બુટભવાની નો 'ૐ બુટભવાની માતંભ્યો નમઃ ' મંત્ર બોલી પ્રણામ કરવા .નવ વાર આ મંત્ર બોલવો.


No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...