સોમવતી અમાસ
જે દિવસે સોમવારે અમાસ આવતી હોય , ત્યારે આ વ્રત કરવું .આ દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી ,પીપળાને ગોળ પ્રદક્ષિણા કરતા કાચા સુતરની દોરી પીપળાને ફરતે વીંટવી .આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું .સોમવતી અમાસને દિવસે જળમાં પિલધારી ગંગા અને પુષ્કળ તિર્થો વસે છે .સ્વર્ગમાં ,આકાશમાં અને પૃથ્વીમાં જે તિર્થો છે.તે સંઘળા તિર્થો સોમવતી અમાસ ને દિવસે જળમાં વસે છે.તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે.
No comments:
Post a Comment