Thursday, 14 January 2021

યોગાસનો નું મહત્વ અને ફાયદાઓ



યોગાસન કરતા પેહલા ધ્યાન રાખવાજેવી અગત્ય ની બાબતો 

1. આસનો ખાલી પેટે અથવા ભોજન કાર્ય બાદ  4-5 કલાક પછી કે દૂધ પીધા બાદ 2 કલાક પછી કરી શકાય છે.આસાન કાર્ય બાદ અર્ધી કલાક પછી જ કઈ ખાવું કે પીવું.
2.યોગાસન બને ત્યાં સુધી પ્રતકાળે શૌચક્રીયા પછી કરવાં જોઈએ .
3.સ્નાન કારિયા પછી યોગાસન કરો તો સારું.
4.મોં દ્વારા શ્વાસ ના લેતા નાક થી શ્વાસ લેવો .
5.હંમેશા આસાન બિછાવીને તેના પર બેસીને જ આસાન કરો .ખુલ્લી સ્વરછ સમતલ અને શાંત જગ્યા પર બેસી આસાન કરવું જોઈએ.
6.આસાન કરનારનું ધ્યાન શ્વાસ ઉપર તેમજ શરીર જે અંગો ઉપર જોર પડતું હોયતે  અંગો ઉપર રેહવું જોઈએ.
7.એકાગ્રતા થી આસાન કરવામાં આવે તો શારીરિક અને માનસિક લાભ વધુ થઇ છે . આસાન કરતી વખતે વાતચીત કરવી નહિ .
8.યોગાસન અહીંસક ક્રિયા છે એટલે બળજબરીથી કે ઝડપથી કે ઉતાવળથી એનો કરવા નહીં.
9.આસન કર્યા બાદ ઠંડી કે ઠંડા વાતાવરણમાં ન નીકળવું .સ્નાન કરવું હોઈ તો 15- 20 મિનિટ પછી કરવું.
10. આસનો કરતાં કરતાં વચ્ચે અને છેલ્લે સવાસન કરીને શરીરના તંગ થયેલા સ્નાયુઓને ઢીલાં કરી આરામ આપવો.
11.આસન બાદ મૂત્ર ત્યાગ અવશ્ય કરવો.
12.આસાન કર્યા બાદ થોડું તાજું પાણી પીવું હિતાવહ છે.
13.સ્ત્રીઓએ સગર્ભાવસ્થામાં કોઈપણ આસન કદાપિ ન કરવું.
14.આસાન બહુ નાના બાળકો ને ન કરાવવું .12 વર્ષ ની ઉપર ઉંમરની ઉમરવાળી વ્યક્તિઓએ  જ કરવાં .
15.જેમને બ્લડપ્રેશર કે હ્રદયરોગની તકલીફ હોઈ તેમણે યોગાસન ન કરવાં અથવા ડૉક્ટર ની સલાહ અનુસાર કરવાં .
16. યોગાસન કરતા પેહલા જાણકાર યોગ શિક્ષક કે ડૉક્ટર ની સલાહ લેવી હિતાવહ છે.
17.બે આસનો વચ્ચે સવાસન કે સૂક્ષ્મ આસન કરવું જરૂરી છે .
18.આહાર સાદો સાત્વિક અને ઓછો લેવો જોઈએ.


યોગાસનો નું મહત્વ અને ફાયદાઓ 

યોગાસનો માટે ઓછી જગ્યા અને ઓછા સાધનોની જરૂર પડે છે.
યોગાસનો વ્યક્તિ પોતે એકલી પણ કરી શકે છે .
યોગાસનથી શરીરીના યાત્રિક અંગો ને પૂરતી કસરત મળી રહે છે.
શરીર લચીલું અને સ્ફર્તિમય બને છે. જેથી કામ કરવાની શક્તિ વધે છે . વ્યક્તિ  યુવાન લાગે છે. તેનું આયુષ્ય વધે છે અને નિરોગી રહે છે.
યોગાસનની અસર મન અને ઈન્દ્રીઓ ઉપર વધારે પડે છે.તેને કારણે વ્યક્તિની મન અને ઇન્દ્રિયોને વશ કરવાની શક્તિનો વિકાસ થઇ છે.
યોગાસનમાં વધારે ખોરાકની જરૂર પડતી નથી. તેથી વિશેષ ખર્ચ કરવો પડતો નથી.
યોગાસનદ્વારા મળ અને અન્ય વિકૃતિઓ સારી રીતે બહાર નીકળી શકે છે ,જેને કારણે  રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર રોગમુક્ત બને છે.
જુદાં જુદાં  આસનો દ્વારા શરીર જુદી જુદી કેશવાહિનીઓ નું રક્ત ઝડપથી શુદ્ધિકરણ થાય  છે.
યોગાસનો અને પ્રાણાયમોથી  ફેફસાને સકુંચન અને પ્રસારણની શક્તિ વધે છે તેથી રુધિર વધારે પ્રમાણમાં શુદ્ધ થાય છે.
આસનો દ્વારા કરોડરજ્જુને ફ્લેક્સિબલ અને મજબૂત રાખી શકાય છે.
આસનો કરતી વખતે ખુબજ ઓછી શક્તિ નો વ્યય થાય છે . પરિણમે ઓછો થાક  લાગે છે.
યોગાસન થી શારીરિક અને માનસિક શક્તિ તેમજ વ્યક્તિનો બૌદ્ધિક અને આત્મિક વિકાસ પણ શક્ય બને છે .
મોટી ઉંમરના ભાઈ બેહનો પણ કરી શકે છે.
યોગાસનો અને પ્રાણાયમથી અનેક રોગો મટાડી શક્ય છે.
યોગાસનોથી જુદી જુદી ગ્રન્થોને જાગ્રત કરી શકાય છે.
પ્રાણાયમ  કરતા પેહલા આસનો કરવા જોઈએ .




 

Wednesday, 23 December 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 3

 

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ/Part 3





કફ 
અનિંદ્રા 
હરસ -મસા 
હાઈ બ્લડ પ્રેશર 
લોહી ની ઉણપ માટે 
અશક્તિ અને નબળાય માટે 
દાંત ના રોગ 
એસિડિટી
સામાન્ય રોગો માટે ઘરગથ્થુ ઉપચાર 

બાજરો ખાવાના ફાયદા !

બાજરો ખાવાના ફાયદા !



શરીર માં એનર્જી વધારે  છે 

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ 

વજન ઘટાડવા માટે 

હાડકાની મજબૂતી માટે 

હૃદયની તંદરુસ્તી માટે 

પાચનક્રિયા માટે મદદરૂપ 

ડાયાબિટીસ માટે  ફાયદેમંદ 

મગજ માટે 

અને બીજા અનેકો ફાયદા 


Thursday, 19 November 2020

શિયાળા માં શું ખાશો ?

 શિયાળા માં   હેલ્થી રહેવા માટે  શું ખાશો ? 



લીલું લસણ : લસણ ના ફાયદાસામાન્ય લસણ કરતાં પણ વધુ છે.શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે. ઇન્ફેક્શન થી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.

 

બાજરો :  બાજરામાં રહેલા જરૂરી અમીનો ઍસિડ લોહીમાં બિનજરૂરી કૉલેસ્ટરોલ ને દૂર કરે છે.

 

 લીલી હળદર :કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ ,હાડકાંને સ્ટ્રેન્ગ્થ પૂરી પાડે છે અને રોગપ્રતિકારક શક્તિને બળવાન કરે છે.

 

મૂળો :પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી  દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. 

 

આમળાં :વિટામિન C અને શરીરને  પોષણ આપે છે. 

 

લીલાં પાનવાળી શાકભાજી :મેથી, પાલક, ફુદીનો, તાંદળજો, મૂળાનાં પાન.આ ભાજીઓમાં આયર્ન, વિટામિન ખ્, વિટામિન ઘ્ અને વિટામિન ધ્ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ઍન્ટિઑક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. 


 તુવેર-વટાણા-વાલ-લીલા ચણા માંથી મળતું કૂણું અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. 

 

ખજૂર :બાળકો માટે એ અત્યંત પોષણ આપનારું છે. 


તલ :સારી ક્વૉલિટીની ફૅટ્સ,પ્રોટીન  મળે છે.પાચનની પ્રક્રિયાને ઘણું બળ આપે છે. 

 ગુંદર :એ શરીરને તાકત આપે છે અને હાડકાંને પોષણ આપે છે. સંપૂર્ણ પોષણ માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. 

અડદિયા :ઘણા જ ગુણકારી છે.પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે.

 

Wednesday, 18 November 2020

વટ સાવિત્રી વ્રત

 વટ સાવિત્રી વ્રત 



આ વ્રત જેઠ સુદ તેરશ થી શરુ કરવામાં આવે છે  અને પૂનમને દિવસે પૂરું કરવામાં આવે છે  .પ્રથમ બે દિવસ નો ઉપવાસ ફળાહાર કરીને અને ત્રીજો દિવસ નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે  .અબીલ, ગુલાલ ,કંકુ અને ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું વડ ને પાણી પાવું તથા કાચા સુતરના તાંતણા વીંટીને એની પ્રદક્ષિણા કરવામાં આવે છે  . આ વ્રત પતિ ના આયુષ્ય માટે કરવામાં આવે છે  .

Friday, 16 October 2020

અરૂંધતી વ્રત

અરૂંધતી વ્રત  



આ વ્રત ચૈત્ર સુદ ત્રીજ ને દિવસે કરવામાં  આવે છે  . આ વ્રત અખંડ સૌભાગ્ય આપનારું છે  . વ્રત કરનાર સ્ત્રીનો  ચૂડી -ચાંદલો અખંડ રહે છે  .



સરવાના આરોગ્ય માટેના ગુણોગ :

 સરગવાના આરોગ્ય માટેના ગુણો :સરગવાના શિંગ , પાંદડાં અને ફૂલ ના ફાયદા



લોહીના 'હિમોગ્લોબિન'નું પ્રમાણ વધારે છે વજન ઓછું કરવામાં મદદ કરે છે સરગવાના ફૂલની પેસ્ટ બનાવીને રોજ ૧૫ દિવસ સુધી લગાડવાથી ખીલ અને મો પરના ડાઘા નાશ પામે છે. શક્તિ આપે છે અને થાક જતો રહે છે સરસ ઊંઘ આવે છે મૂડ સરસ રાખે છે. લિવરની શક્તિ વધારે છે.ઝેરી પદાર્થો ને દૂર કરવાનું અને લોહીને ચોખ્ખું રાખવાનું કામ કરે છે ડાયાબિટીસને કાબુમાં રાખે છે શરીરમાં સોજો આવતા અટકાવે છે હોજરી અને આંતરડા સાફ રહે છે સરગવાના પાન લેવાથી આલ્ઝામર ડીસીઝ (યાદશક્તિ જતી રહેવાનો રોગ) થતો અટકે છે.

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...