Wednesday 24 July 2019

સોળ સોમવાર ની વાર્તા

                   સોળ સોમવાર ની વાર્તા 


આ વ્રત શ્રવણ માસના પ્રથમ સોમવાર થી શરૂ કરી સોળ સોમવાર સુધી કરવાનું હોઈ છે.દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જય શિવ-પાર્વતી ની પૂજા કરી એકટાણું કરવું  .પૂજા કર્યા બાદ સોળ સોમવારની વાર્તા સાંભળવી અને તે સાંભળતી વખતે હાથમાં ચોખા રાખી ૐ નમઃ શિવાય-ૐ નમઃ શિવાય  અમે બોલવું  .આ વ્રત દરેક નરનારી કરી શકે છે  .તે સર્વ ઈચ્છા પૂર્ણ કરનારું વ્રત છે.



Sunday 21 July 2019

જીવંતિકા માતા ની વ્રત કથા

                જીવંતિકા માતા ની વ્રત કથા 



આ વ્રત શરૂઆત શ્રાવણ માસના પહેલા  શુક્રવાર થી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે.વ્રત કરનારે સવારે વેહલા ઉઠી ,નહિ-ધોઈ,લાલ વસ્ત્રો પહેરવાં। પાંચ દિવેટ નો દીવો કરી ,એક પાટલા  ઉપર દીવો મૂકી ,પત્ર ,પુષ્પ ,ચોખા,કંકું વગેરે થી જીવંતિકા દેવી નું પૂજન કરવું  .ભક્તિભાવ પૂર્વક વંદન કરી માં ને પ્રાથના કરવી  . તેમની કથા - વાર્તા વાંચવી  . માતાજી ને પ્રસાદ માં લાપસી કરી ,નૈવેદ્ય ધરાવું   . જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજુ કરવી  . સંકલ્પ માતાજી આગળ રજુ કરવો   .માતાજી ને  ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો   .એક જ સમય પ્રસાદ લેવો   . એ દીવસે પીળાં વસ્ત્રો પહેરવાં નહિ   .  

Friday 12 July 2019

ગૌરી વ્રત કથા

                               ગૌરી વ્રત કથા 

આ વ્રત અષાઢ સુદ અગિયારશ ને દિવસે શરુ થાય છે અને પૂનમે પૂરું થાય છે.આ વ્રત સૌપ્રથમ પાર્વતી-ગૌરીમાએ કરેલું,એટલે તે ગૌરી ના નામે ઑળખાય છે.આ વ્રત કુંવારિકાઓ કરતી હોઈ છે। વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે.ગૌરી વ્રત કરનાર કુમારિકાને શ્રેષ્ઠ પતિ મળે ,સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે.


Sunday 7 July 2019

એવરત - જીવરત વ્રત કથા

એવરત - જીવરત વ્રત કથા 

નવી પરણેલી વહુ પરણ્યા પછી અષાઢ વદ તેરશથી આ વ્રત લે છે અને અમાસ ને દિવસે પૂરું કરે છે    . એ  દિવસે સવારે વહેલા ઉઠી ને  નાહીધોઈ ને  એવરત - જીવરત નામની દેવીઓનું પૂજન કરે છે।  દિવસે માત્ર ફળફળાદિ ખાઈને રાત્રે જાગરણ કરે છે. આ રીતે વ્રત પાંચ વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે. એ  વખતે પાંચ કે સાત બાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવું    . આ વ્રત પતિના ર્દીઘાયુ માટે છે   .



Saturday 6 July 2019

જયા -પાર્વતી વ્રત

                          જયા -પાર્વતી વ્રત 

આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે કરવામાં આવે છે. એ દિવસે સવારે વહેલા ઊઠી નહિ-ધોઈ શંકરપાર્વતી નું પૂજન કરવું  .  એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું    . આ વ્રત કરવાથી સંતાન -સુખ  તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.



Tuesday 2 July 2019

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2019 અંગ્રેજી વર્ષ ) (સાં 2075 ગૂજરાતી વર્ષ )

અનેરી ખુશીઓ સાથે આવી રહેલા તહેવાર (2019 અંગ્રેજી વર્ષ )
(સાં 2075 ગૂજરાતી  વર્ષ )

👉🏻4 / 7    *રથ યાત્રા*
👉🏻12/ 7   *ગૌરી વ્રત*
👉🏻14/7 *જયા પાર્વતી વ્રત*
👉🏻15 /8   *રક્ષા બંધન*
👉🏻20/ 8    *નાગ પાંચમ*
👉🏻21 / 8   *રાંધણ છઠ્ઠ*
👉🏻22/8 *શીતળા સાતમ*   ( બપોર પછી સાતમ બેસે એટલે બે દિવસ સાતમ રહેશે)
👉🏻24/ 8    *જન્માષ્ટમી*
👉🏻1 /9     *કેવડા ત્રીજ*
👉🏻2 /9   *ગણેશ ચતુર્થી*
👉🏻3 /9     *સામાં પાંચમ*
👉🏻29 /9    *નવરાત્રી*
👉🏻8 /10     *દશેરા*
👉🏻13 /10    *શરદ પૂનમ*
👉🏻25/ 10  *વાઘ બારસ*
                   *ધન તેરસ*
( બંને તથી એક જ દિવસે આવે છે .)
👉🏻26/ 10 *કાળી ચૌદસ*
👉🏻27 /10     *દિવાળી*
👉🏻28 /10     *નૂતન વર્ષ*
👉🏻29 /10   *ભાઈ બીજ*
👉🏻1 /11   *લાભ પાંચમ*
👉🏻12 /11  *દેવ દિવાળી*

ગણેશજી ની સ્તુતિ


ગણેશજી  ની સ્તુતિ


ગૌરી   ના   નંદન  તુજને  વંદન  ફંદ  નિકંદન સુખદાતા
અકે હાથ ત્રિશુલ રાજે,દૂજે પરશુ સુહાતા
ગજાનન નામ ધર્યા દેવી મિયા,મંગલ મસ્તક ભાતા
મુષક વાહન ચઢે સવારી ,રિદ્ધિ સિદ્ધિ સંગ ગણગાતા
ઉદર મોટું શીશ શોભતું,સુરનર મુનિગણ ધ્યાતા
વિઘ્નવિદારણ  કારણ  સુધારણ,ગુણપતિ આપ ગણાતા
ઘૃત સિંદૂર ને પુષ્પ પરિમલ ,મોદક ભોગ ભોગતા
જ્ઞાન પ્રકાશ કરો અંતરમાં , 'ખોડીદાસ' ગુણગાતા 

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...