અકે હાથ ત્રિશુલ રાજે,દૂજે પરશુ સુહાતા
ગજાનન નામ ધર્યા દેવી મિયા,મંગલ મસ્તક ભાતા
મુષક વાહન ચઢે સવારી ,રિદ્ધિ સિદ્ધિ સંગ ગણગાતા
ઉદર મોટું શીશ શોભતું,સુરનર મુનિગણ ધ્યાતા
વિઘ્નવિદારણ કારણ સુધારણ,ગુણપતિ આપ ગણાતા
ઘૃત સિંદૂર ને પુષ્પ પરિમલ ,મોદક ભોગ ભોગતા
જ્ઞાન પ્રકાશ કરો અંતરમાં , 'ખોડીદાસ' ગુણગાતા
No comments:
Post a Comment