માં ખોડિયાર ની આરતી
ઝીણે ઝીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યાં રે ,
ઉતારો આરતી ખોડિયાર ઘેર આવ્યાં રહે। . (1)
આનંદ મારે આંગણીયે મેં દીવડા પ્રગટાવ્યા રે ,
માણક માનાં ઠામે ઠામ ડુંગરીયા દિપાવ્યા રે (2)
આરાસુરની અંબા એવાં પાવમાં પંકયાં રે ,
બહુચર મા બિરદાળી એવાં શંખલપુર સોહાયાં રે (3)
રુમઝુમ રુમઝુમ રાંદલ માડી હોંશે રમવા આવ્યાં રે
શિવજી ને સહાય કરી યવનને તે મારિયા રે (4)
નવઘણ કેરી વા 'રે ચડતાં ભલે બેસી આવ્યા રે ,
મહિષાસુરને મારવા માં ચામુંડા ચમક્યાં રે (5)
અષ્ટભુજા આયુધધારી સિંહ પર સિધાવ્યાં રે ,
વિક્રમ કેરા વ્હાલથી મા હર્ષિદા કહેવાયાં રે (6)
જગડુશાનો સાદ સુણીને ગબ્બર છોડી અવાયાં રે ,
ઉતારો આરતી ખોડિયાર ઘેર આવ્યાં રહે। . (7)
No comments:
Post a Comment