ઉમા શંકર ની સ્તુતિ
ઉમા ઈશુ હું આપને પાય લાગું ,કરી ભકતી તારી સદા મુક્તિ મંગુ;
નહિ અન્ય કોઈ મને વસ્તુ પ્યારી,દિયો ભક્તિ શંભુ સદાય તમારી।
સહુ દેવના દેવ છે તું છે દેવ મોટો ,કરી ભક્તિ તારી ના રહે કોઈ તોટો ;
ભજે ભાવથી આપણે શ્રુષ્ટિ સારી,દિયો ભક્તિ શંભુ સદાય તમારી।
દયા લાવીને દાસ ના દૂખ કાપો ,મને શરણ જાણી સદા શુખ આપો;
છાની આપની છે મને પૂર્ણ પ્યારી ,દિયો ભક્તિ શંભુ સદાય તમારી।
No comments:
Post a Comment