Friday, 15 May 2020

ચાલવાના ફાયદા


ચાલવાના ફાયદા 


5 મિનિટ ચાલવાથી 30 ટકા મૃતિયું નું જોખમ ઘટી  જાય છે  .
15 મિનિટ ચાલવાથી 50 ટાકા કાર્ય કરવાની ક્ષમતા વધી  જાય  છે  .
20 મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે.
30  મિનિટ ચાલવાથી ટેન્શન ઘટે છે અને સારા વિચારો આવે છે.
40 મિનિટ ચાલવાથી હૃદય ની બીમારી નું જોખમ ઘાટી જાય છે  .
50 મિનિટ ચાલવાથી હાયપર ટેન્શન ઘટી જાય  છે   .
150 મિનિટ ચાલવાથી જીમ જેટલો ફાયદો થઇ છે અને શરીર સુડોળ બને છે.
અઠવાડિયા માં 4 વખત 50 મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે.
દરરોજ ચાલવાથી હાઈ બી  પી / લો બી પી  ઘટે છે અને તંદરુત બની  જવાય છે  .
આ બધા ફાયદા મુફ્ત માં મળે તો કેમ ના ચાલીયે  . ચાલો અને બીજા ને પણ પ્રેરિત કરો અને બધા રોગો માંથી મુક્તિ મેળવો  .
 તંદુરસ્થ જીવન સુખી જીવન 

Tuesday, 5 May 2020

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ... જે આપણે ભુલી જ ગયા...

આપણા પૂર્વજો વાપરતા આ ઘરગથ્થુ ઇલાજ...

જે આપણે ભુલી જ ગયા...

 


▪ તાવ શરદી માં તુલસી, 
▪કાકડા માં હળદર, 
▪ઝાડા માં છાશ જીરું, 
▪ધાધર માં કુવાડીયો, 
▪હરસ મસા માં સુરણ, 
▪દાંત માં મીઠું, 
▪કૃમી માં વાવડિંગ, 
▪ચામડી માં લીંબડો, 
▪ગાંઠ માં કાંચનાર, 
▪સફેદ ડાઘ માં બાવચી, 
▪ખીલ માં શિમલકાંટા, 
▪લાગવા કે ઘા માં ઘા બાજરીયું, 
▪દુબળા પણાં માં અશ્વગંધા, 
▪નબળા પાચન માં આદુ, 
▪અનિંદ્રા માં ગંઠોડા, 
▪ગેસ માં હિંગ, 
▪અરુચિ માં લીંબુ, 
▪એસીડીટી માં આંબળા, 
▪અલ્સર માં શતાવરી, 
▪અળાઈ માં ગોટલી, 
▪પેટ ના દુખાવા માં કાકચિયા,
▪ઉધરસ માં જેઠીમધ,
▪પાચન વધારવા ફુદીનો,
▪સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ,
▪શરદી ખાંસી માં અરડૂસી,
▪શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી, 
▪યાદશક્તિ વધારવા બ્રાહ્મી,
▪મોટાપો ઘટાડવા જવ,
▪કિડની સફાઈ કરવા વરિયાળી,
▪તાવ દમ માં ગલકા,
▪વા માં નગોડ,
▪સોજા કે મૂત્રરોગ માં સાટોડી,
▪કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો,
▪હદયરોગ માં દૂધી,
▪વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ,
▪દાંત અને ચામડી માટે કરંજ, 
▪મગજ અને વાઈ માટે વજ,
▪તાવ અને અરુચિ માટે નાગર મોથ,
▪શરીર પુષ્ટિ માટે અડદ,
▪સાંધા વાયુ માટે લસણ,
▪આંખ અને આમ માટે ગુલાબ,
▪વાળ વૃધી માટે ભાંગરો,
▪અનિંદ્રા માટે જાયફળ,
▪લોહી સુધારવા હળદર,
▪ગરમી ઘટાડવા જીરું,
▪ત્રિદોષ માટે મૂળા પાન,
▪પથરી માટે લીંબોળી અને પાન ફૂટી,
▪કફ અને દમ માટે લિંડી પીપર,
▪હિમોગ્લોબીન માટે બીટ અને ફિંદલા, 
▪કંપ વા માટે કૌચા બી,
▪આધાશીશી માટે શિરીષ બી,
▪ખરાબ સ્વપ્ન માટે ખેર,
▪ફેક્ચર માટે બાવળ પડીયા,
▪માથા ના દુખાવા માટે સહદેવી,
▪આંખ કાન માટે ડોડી ખરખોડી,
▪ડાયાબીટીસ માટે ગળો અને આંબળા નો ઉપયોગ     
     કરવો...!!

આપણા પૂર્વજો આ બધુંય વાપરતા હતા... કયારેય એમને આજકાલ ની બીમારી નહોતી થાતી..

આપણે નવી પેઢીના કાંઈ પણ થાય... ડોક્ટર પાસે દોડી જતાં થઇ ગયાં... 

એલોપથી દવા ખાઈ ખાઈ.. શરીરની રોગ પ્રતિકારક શક્તિ નો નાશ કરી દીધો ... 

દેશી જીવન પર પાછા વળીએ... અને સારું સ્વાસ્થ્ય મેળવીએ..


 

Wednesday, 29 April 2020

વૈશાખ અને જેઠ માસ ના વ્રતો અને તહેવારો

વૈશાખ અને જેઠ  માસ ના વ્રતો અને તહેવારો

 

  1. પરશુરામ જયંતી 
  2. આખાત્રીજ 
  3. ગંગા સપ્તમી 
  4. નૃસિંહ ચતુર્દર્શી 
  5. બુદ્ધ જયંતિ 


જેઠ  માસ 

                            1.  રંભા વ્રત 

 

 

 

Thursday, 23 April 2020

સંતોષીમા નું વ્રત

સંતોષીમા નું  વ્રત 


આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે। શુક્રવારે સવારે નાહી-ધોઈ વાર્તા સાંભળવી  .વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખવા   .એક પાટલો લઈ વચ્ચે જળ ભરેલા કળશનું સ્થાપના કરો  .તેના પર વાટકામાં ગોળ અને ચણા મુકવા   .વાર્તા પુરી થયે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા  .જયારે કળશ ઉપર મુકેલા ગોળ-ચણા પ્રસાદમાં વહેંચવા  . તે દિવસે એકટાણું કરવું  .તે દિવસે ખાતું ખાવું નહિ   .

Tuesday, 21 April 2020

શિવપુષ્ટિ વ્રત

શિવપુષ્ટિ વ્રત 

                                           આ વ્રત મહિલાઓ માટે ઉત્તમ છે  .  આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે   .
                                          આ વ્રત શ્રાવણ પાંચ સોમવારે કરવું  .

Wednesday, 15 April 2020

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો

ચૈત્ર માસ ના વ્રતો અને તહેવારો


ગુડી પડવો,આરોગ્ય પ્રતિપદો વ્રત,ઈન્દ્રાણી વ્રત,ગણગૌરી વ્રત ,સૌભાગ્ય વ્રત ,અશોકાષ્ટમી ,

બુધાષ્ટમી ,તિલક વ્રત ,દુર્ઘાષ્ઠમી  ,પુત્રદા અષ્ઠમી 

Saturday, 4 April 2020

અલૂણા વ્રત

અલૂણા વ્રત 


આ વ્રત આખો ચૈત્ર માસ અથવા તો ચૈત્ર માસ ના છેલ્લા પાંચ દિવસ ,ત્રણ દિવસ અથવા એક દિવસ કરવામાં આવે છે   . આ વ્રત કરનારે સવારે વેહલા ઉઠી , નહિ - ધોઈ શંકર પાર્વતીજી નું પૂજન કરવું, એકટાણું કરવું  . મીઠા વગરનું ખાવું   . વાર્તા સાંભળવી। બ્રહ્મચર્ય પાળવું   .જૂઠું ન બોલવું   .કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય -પથારી કરીને સૂવું  .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...