ચામુંડામા નું વ્રત
માં ચામુંડાનું નવ રવિવારનું વ્રત હોય છે . આ વ્રત કારતક કે ભાદરવ મહિના સિવાય ના કોઈપણ માસથી શરુ કરી શકાય છે .કોઇપણ માસના પ્રથમ રવિવારે સૂર્યાસ્ત થયા પછી એક બાજોટ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પથારી, એના પર ત્રણ મુઠી ચોખા કે ઘાઉં મૂકી એના પર માં ચામુંડાની છબી મુકવી . માની સ્થાપના બાદ મને ચાંદલો કરી અક્ષત થી વધાવવા .ઘી દીવો પ્રગટાવી જમણા હાથે એટલે કે આપણા ડાબા હાથે પાટલા પર મુકવો .ત્રણ અગરબત્તી કરવી એક નાગવેલ ના પણ પર એક સોપારી મુકવી .ત્યાર પછી માં ચામુંડા ના વ્રત ની વાર્તા વાંચવી કે સાંભળવી .સાંભળતી વખતે હાથ માં ચોખા રાખવા .વાર્તા પછી આરતી કરી મને થાળ ધરવો , શક્ય હોય તો સુખડી નો થાળ ધરાવો .જો ન બની શકે તો ફળ ,પેંડા કે બીજી કોઈપણ મીઠી વસ્તુ ધરાવી શકાય છે .થાળ બાદ પ્રથમ પ્રસાદ પોતે લઇ બાકીનો પ્રસાદ ઘરમાં અને પાડોશમાં વેહચી દેવો .વ્રત ના દિવસે એકટાણું કરવું .ફલાહાર પણ કરી શકાય છે .
No comments:
Post a Comment