રાંદલમાંની સ્તુતિ
લીપ્યું ને ગુંપ્યું મારૂં આંગણું રે માડી ,
પગલીનો પાડનાર દેજો રાંદલમાં ...
ધોયેલો ધફોયેલો મારો સાડલો રે,
મારા ખોળાનો ખૂંદનાર દેજો રાંદલમાં
વંશનો વેલો રન્નાદે વધારજો રે ,
શ્રાદ્ધનો નાખનાર દેજો રાંદલમાં ...
એકતા અનેક કરજો ભગવતી
આપજો માં પુત્ર પરિવાર રાંદલમાં ...