Friday, 27 September 2019

નવરાત્રી વ્રત કથા

નવરાત્રી વ્રત કથા 


ચૈત્ર માસની શુક્લ પક્ષ (સુદ)ના પડવેથી નોમ સુધી તેમજ આસો માસના શુક્લ પક્ષ (સુદ) ના પડવેથી નોમ સુધી નવરાત્રી મનાવવામાં આવે છે   . આમ વર્ષમાં બે વખત નવરાત્રી મનાવવામાં આવે છે  .આમાં નવગૌરી ( નવદુર્ગા)નું પૂજન-અર્ચન, ઘટસ્થાપન,વ્રત ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે   .

Wednesday, 11 September 2019

અનંત ચૌદશ


અનંત ચૌદશ 



આ વ્રત ભાદરવા સુદ ચૌદશ ને દિવસે કરવામાં આવે છે   .શેષશય્યા ઉપર પોઢેલા ભગવાન   વિષ્ણુનું  આ વ્રત છે   . વ્રત કરનારે સવારે નહી -ધોઈ બજોઠ કે પાતાળ પર કેળના પાન બાંધી મંડપ તૈયાર કરવો   .તેમાં નદીના પવિત્ર જળથી ભરેલો તાંબાના ઘડા નું સ્થાપન કરવું   .આ ઘડા ઉપર દુર્વા ના બનાવેલા શેષનાગ મૂકી તેમની પૂજા કરવી   .રેશમી દોરામાં સોનાના તાર ગુંથી,તેની ચૌદ ગાંઠો વળી,એ દોરાને હાથમાં બાંધવો   .વ્રત ના દિવસે રાત્રે જાગરણ કરી પ્રભુસ્મરણ કરવું   .બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન -દક્ષિણા આપવી   .આમ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે  .

Monday, 9 September 2019

ગોત્રાટ વ્રત

ગોત્રાટ  વ્રત


ભાદરવા સુદ તેરસથી આ વ્રત શરુ થાય છે.તે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે  .વ્રત કરનારે નહી - ધોઈ ઇસ્ટ દેવની પૂજા કરી ને ગાયનું પૂજન કરવું ,તેને ઘાસ ખવડાવવું, પાણી પિવડાવવું  . આ ત્રણ દિવસ ઉપવાસ કરવો   .ત્રણ  દિવસ સુધી ઘીનો અખંડ દિપક બળવો  .આ વ્રત કરવાથી આપણાં પાપોનો નાશ  થાય છે  ,અને આપણને સુખ ,સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે  .પુત્રની ઇચ્છાવાળાઓએ આ વ્રત અવશ્ય કરવું  .

Thursday, 5 September 2019

ધરો આઠમ વ્રત કથા

ધરો આઠમ વ્રત કથા / Dhro Atham Vrat


ભાદરવા સુદ આઠમ ના દિવસે આ વ્રત થઇ છે  . વ્રત કરનારે સવારે વેહલા ઊઠી નાહી -ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની માફક અમારા કુળનો વંશવેલો વધજો  .તે દિવસે ટાઢું જમવું  .

Monday, 2 September 2019

કેવડા ત્રીજ વ્રત

                         કેવડા ત્રીજ વ્રત 


આ વ્રત ભાદરવા સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે  . એ  દિવસે સવારે વેહલા ઉઠી ,નાહી -ધોઈ ,ઘરકામથી પરવારી મહાદેવના મંદિરે જવું  .મહાદેવજીનું ભક્તિભાવ પૂર્વક પૂજન કરી ,સર્વ વનસ્પતિ,બીલીપત્રો।,પુષ્પો અને કેવડો ,ચડાવવા  .આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો  .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...