પુરૃષોત્તમ માસ વ્રત કથા
અધિક માસ ને પુરૃષોત્તમ માસ કહે છે આ પુરૃષોત્તમ માસ દર ત્રણ વર્ષે આવે છે ત્યારે ઘડા ની સ્થાપના કરવામાં આવે છે . આ સ્થાપના પાસે ઘી નો અખંડ દીવો બાળવો . સવારે વેહલા ઊઠી ને નાદિએ સ્નાન કરવા જવું .પછી ઘેર આવીને ઘડાનું પૂજન કરવું . આ દીવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવું .આખો મહિનો એકટાણું ભોજન કરવું .રાત્રે ભોંયપથારી કરી સૂવું . આખો મહિનો બ્રહ્મચર્ય નું પાલન કરવું અને સાચું બોલવું મહિનો પૂરો થઇ ત્યારે બ્રાહ્મણને જમાડી એક જોડી કપડાં તથા યથાશક્તિ દાન આપવું .આ વ્રત કથા આખો માસ વાંચવી કે સાંભળવી .