Thursday, 24 February 2022

                           મહા લક્ષ્મી વ્રત કથા 


 

આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ વાર હાથ પગ મોં ધોયા પછી સોળ શેરનો દોરો લય ને પૂજામાં મુકવો.મહાલક્ષ્મીની પૂજા કરી પેહલે જ દિવસે એ દોરો જમણા હાથે બાંધવો.આખો દિવસ માતાજીનું ધ્યાન કરવું .સોલ દિવસ એકટાણાં કરવાં .સત્તરમેં દિવસે દોરો પવિત્ર જળ માં પધરાવી દેવો.માતાજીના નૈવેદ્ય માં ગળી વસ્તુ કરી પારણાં કરવા .આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના લાંબા આયુષ્ય તેમજ પોતાના પતિ ના દન ધાન્ય થી સમૃદ્ધ બને તે હેતુથી કરે છે.

મહાશિવરાત્રિ


                                           મહાશિવરાત્રિ અને રાશિ 

પોતાની ચંદ્ર રાશિ અનુસાર તમારે ભગવાન શિવને કેવી રીતે મનાવવા.



 મહાશિવરાત્રિ  ના  દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોના તમામ પાપ તથા સંકટ દૂર થઈ જાય છે. આ દિવસે આ વ્યક્તિઓ પોતાની રાશિ અનુસાર શિવ આરાધના કરે તો ઉત્તમ પરિણામ મળે છે. પોતાની ચંદ્ર રાશિ અનુસાર તમારે ભગવાન શિવને કેવી રીતે મનાવવા, તે વિશે વાત કરીશું.


મેષઃ 12 જ્યોર્તિલિંગમાંથી સોમનાથ પહેલું જ્યોર્તિલિંગ છે, જેનો જન્મ મેષ રાશિમાં છે. શિવરાત્રિના દિવસે સોમનાથ જ્યોર્તિલિંગની પૂજા કરવી. જે જાતકો સોમનાથ ના જઈ શકે તેઓ નજીકના શિવ મંદિરમાં જઈને સોમનાથનું ધ્યાન કરીને શિવને દૂધથી સ્નાન કરાવે અને પછી શિવજીને ખિજડાના ઝાડનું ફૂળ તથા પત્તાઓ ચઢાવવા. શિવની પૂજા પછી ‘ह्रीं ॐ नमः शिवाय ह्रीं’નો જાપ કરવો.


વૃષભઃ શૈલ પર્વત પર સ્થિત મલ્લિકાર્જુન વૃષભ રાશિના સ્વામી . આ જાતકોએ મલ્લિકાર્જુનના દર્શન કરવા જોઈએ પરંતુ જે લોકો ત્યાં જઈના શકે તો તેમણે કોઈ પણ શિવલિંગની પૂજા ગંગાજળથી કરવી અને આંકડાનું ફૂલ ચઢાવવું. મલ્લિકાર્જુનનું ધ્યાન ધરીને ‘ॐ नमः शिवाय’ મંત્રનો જાપ કરવો.


મિથુનઃ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મિથુન રાશિના સ્વામી છે. મહાકાલેશ્વર કાળના પણ કાળ છે. આમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ રાશિના જાતકોએ મહાકાલેશ્વરના દર્શન કરવા જોઈએ. જે જાતકો દર્શન ના કરી શકે તો કોઈ પણ શિવલિંગને દૂધમાં મધ ભેળવીને સ્નાન કરાવો તથા બિલી પત્ર તથા ખિજડાનું ફૂલ ચઢાવો. મહાકાલેશ્વરનું ધ્યાન ધરીને ‘ॐ नमो भगवते रूद्राय’ નો જાપ કરવો.


કર્કઃ મધ્યપ્રદેશના નર્મદા તટ પર આવેલું ઓન્કારેશ્વર જ્યોર્તિલિંગનો સંબંધ કર્ક રાશિ સાથે છે. આ જાતકોએ આ શિવરૂપની પૂજા કરવી જોઈએ. ઓન્કારેશ્વરનું ધ્યાન ધરીને શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવો. બિલી પત્ર ચઢાવો. અને ‘ॐ हौं जूं सः’નો 108વાર જાપ કરો. આ વિધિથી વિદ્યાર્થી પૂજા કરે તો શિક્ષણમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને માનસિક ચિંતાઓ દૂર થસે. ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે.


સિંહઃ આ રાશિના વ્યક્તિ વૈદ્યનાથ જ્યોર્તિલિંગની પૂજા કરે. વૈદ્યાનાથ જ્યોર્તિલિંગની વિશેષ પૂજા થાય છે, જેમાં શિવ પાર્વતીના લગ્ન થાય છે. આ રાશિના જાતકો વૈદ્યનાથના દર્શન કરે તો આખું વર્ષ તબિયત સારી રહે છે. આ રાશિના જાતકોએ શિવરાત્રિના દિવસે શિવલિંગની ગંગાજળથી પૂજા કરવી. સફેદ કરેનના ફૂલ ચઢાવવા. ધતૂરાનો ભોગ ધરવો. ‘ॐ त्र्यंबकं यजामहे सुगंधि पुष्टिवर्धनम। उर्वारूकमिव बन्ध्नान्मृत्योर्मुक्षीय मामृतात्।। મંત્રનો 51વાર જાપ કરવો. સામાજિક પ્રતિષ્ઠા તથા યશની પ્રાપ્તિ થશે. સરકારી નોકરી તથા સરકાર સાથે જોડાયેલા કાર્યોમાં રહેલી અડચણ દૂર થાય છે. વિવાહ યોગ્ય કન્યાઓના લગ્નના મજબૂત યોગ બને છે.


કન્યાઃ મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે ભીમાશંકર જ્યોર્તિલિંગ કન્યા રાશિનું જ્યોર્તિલિંગ છે. શિવલિંગની પૂજા દૂધમાં ઘી મેળવીને કરવી. ત્યારબાદ પીળા રંગનું કરેન તથા ખિજડાનું ફૂલ ચઢાવો. ॐ भगवते रूद्राय મંત્રનો જાપ કરો. આ પ્રકારની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ વધે છે. મિત્રો સાથે સંબંધો સારા બને છે. આખું વર્ષ ધનની વર્ષા થાય છે.


તુલાઃ તમિલનાડુ સ્થિત ભગવાન રામ દ્વારા સ્થાપિત રામેશ્વર જ્યોર્તિલિંગનો સંબંધ તુલા રાશિ સાથે છે. ભગવાન રામે સીતાની શોધમાં સમુદ્ર પર સેતુ નિર્માણ માટે જ્યોર્તિલિંગની સ્થાપના કરી હતી. મહાશિવરાત્રિના દિવસે રામેશ્વરના દર્શનથી દાંપત્ય જીવનમાં પ્રેમ તથા સદ્ભવના બને છે. આ રાશિના જાતકોએ દૂધમાં પતાસા મિક્સ કરીને શિવલિંગને સ્નાન કરાવવા અને આકડાનું ફૂલ ચઢાવવું શિવ પંચાક્ષરી મંત્ર ‘ॐ नमः शिवाय’નો 108 વાર જાપ કરવો. આ પ્રકારની શિવ પૂજા કરવાથી કાર્યક્ષેત્રમાં આવનારી અડચણો દૂર થાય છે. પિતાની સાથે મધુર સંબંધો બને છે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. જે લોકો અભિનય તથા સંગીતમાં કરિયર બનાવવા માગતા હોય તેમને આ રીતે પૂજા કરવી લાભદાયી છે.


વૃશ્ચિકઃ ગુજરાતના દ્વારકામાં નાગેશ્વર જ્યોર્તિલિંગનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે સંબંધ છે. આ રાશિના જાતકોએ ગળામાં નાગની માળા ધારણ કરવી અને નાગોના દેવ નાગેશ્વર જ્યોર્તિલિંગની પૂજા કરવી. મહાશિવરાત્રિના દિવસે આ શિવલિંગની પૂજા કરવાથી દુર્ઘટનાથી બચી શકાય છે. જે જાતકો નાગેશ્વર જ્યોર્તિલિંગની પૂજા ના કરી શકે તેમણે દૂધ તથા મમરાથી શિવની પૂજા કરવી. ગલગોટાનું પૂલ, ખિજડાનું ફૂલ અને બિલી પત્ર ચઢાવવું. ह्रीं ॐ नमः शिवाय ह्रींનો મંત્ર જાપ કરવો. આ રાશિના જાતકોના ભાગ્યના સ્વામી ચંદ્રમા છે, જે શિવના માથે સુશોભિત છે. શિવની પૂજા કરવાથી ભાગ્યોન્નતિ થાય છે. ભૌતિક સુખની મનોકામના પૂરી થાય છે અને ધન વૈભવ વધે છે.


ધનઃ વારાસણી સ્થિત વિશ્વનાથ જ્યોર્તિલિંગનો સંબંધ ધન રાશિ સાથે છે. આ રાશિના જાતકોએ ગંગાજળમાં કેસર મેળવીને શિવલિંગની પૂજા કરવી. બિલી પત્ર તથા પીળું કે લાલ કરેન શિવલિંગ પર ચઢાવું. મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર નબળો હોય છે. આ રાશિના જાતકોએ ॐ तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्रः प्रचोदयात। મંત્ર જાપ બોલવાથી ચંદ્રમાને બળ મળે છે. માનસિક સંતાપથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને આકસ્મિક સંકટથી બચી શકાય છે.


મકરઃ ત્રયમ્બકેશ્વર જ્યોર્તિલિંગ સાથે સંબંધ છે. આ જ્યોર્તિલિંગ નાસિકમાં છે. ગંગાજળમાં ગોળ મેળવીને શિવ પર અભિષેક કરવો. શિવને વાદળી રંગનું ફૂલ તથા ધતૂરો ચઢાવવો. ત્રયમ્બકેશ્વરનું ધ્યાન ધરીને ‘ॐ नमः शिवाय’ મંત્રનો પાંચવાર જાપ કરવો. જે જાતકો લગ્ન કરવા ઈચ્છે છે, તેમના લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે અને સુંદર તથા સુયોગ્ય સાથી મળે છે જીવનમાં સ્ટ્રેસ દૂર થાય છે. પાર્ટનરશિપ મજબૂત બને છે અને લાભ મળે છે.


કુંભઃ ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથની પૂજા કરવી જોઈએ. અક્ષય તૃતિયાથી કેદારનાથની યાત્રા શરૂ થાય છે અને તેથી જ શિવરાત્રિના દિવસે કેદારનાથના દર્શન થઈ શકે નહીં. આ દિવસે નજીકના શિવ મંદિર જઈને કેદારનાથનું ધ્યાન ધરીને શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ કમળનું ફૂલ તથા ધતૂરો ચઢાવવો. કુંભ રાશિનો સ્વામી શનિ છે. આથી આ રાશિના જાતકોએ મકર રાશિની જેમ જ ‘ॐ नमः शिवाय’ નો જાપ કરવો. શત્રુઓ તથા વિરોધીઓનો ડર રહેતો નથી. મામા, મામી તથા માસી સાથે સારા સંબંધ રહે છે અને જરૂર સમયે લાભ મળે છે. આ રીતે પૂજા કરવાથી તબિયત સારી રહે છે.


મીનઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ધૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગ સ્થિત છે. આ જ્યોર્તિલિંગનો સંબંધ મીન રાશિ સાથે છે. આ રાશિના જાતકોએ દૂધમાં કેસર નાખીને શિવલિંગને સ્નાન કરાવું. સ્નાન બાદ ગાયનું ઘી તથા મધ અર્પિત કરવું. કરેનના પીળા ફૂલ તથા બિલી પત્ર ચઢાવવા. ॐ तत्पुरूषाय विद्महे महादेवाय धीमहि। तन्नो रूद्र प्रचोदयात। મંત્ર જેટલીવાર બોલી શકાય તેટલીવાર બોલવો. આ રાશિના જાતકો આ વર્ષે ઢૈય્યાના પ્રભાવમાં રહેશે. શિવલિંગની પૂજા કરવાથી શનિના કુપ્રભાવથી બચી શકાશે. સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ ઘટશે. છાત્રોને ઉચ્ચ શિક્ષણમાં સરળતા રહે.

જીવન માં સુખી થવાનો ઉપાય

 જીવન માં સુખી થવાનો  ઉપાય 

એક વ્યક્તિ એ  મહાત્મા  બુદ્ધ ને પૂછ્યું કે મારા જીવન માં એટલાબધા દુઃખ કેમ છે , આટલી  બધી તકલીફો કેમ છે , એટલા બધી કષ્ટો  કેમ છે.

તો મહાત્મા બુદ્ધ એ કહ્યું કે તને કયું દુઃખ છે.તો પેહલા માણસ આ કહ્યું કે તમને હું કેટલા દુઃખો બતાવું ,મારુ તો આખું જીવન દુઃખ થી ભરેલું છે.મારા જેટલા પણ સબંધ છે તેના થી હું દુઃખી છુ , મને જાત જાત ની બીમારીઓ છે .એક પાછળ એક દુઃખો આવ્યાજ કરે છે.ના હું મારા સંબંધો થી ખુશ છુ ના   હું મારા પરિવાર થી ખુશ છુ અને ના હું મારા જીવન થી ખુશ છુ.એવું લાગે છે કે હું આ  જીવન નો અંત કરી નાખું .કોઈ મતલબ નથી આ જીવન નો .

તો મહાત્મા બુદ્ધ આ કહ્યું કે તું કેમ દૂખી છે , તો પેહલા માણસ આ કીધું કે એટલે તો હું તમારી પાસે આવ્યો છુ મારા દુઃખ નું નિવારણ કરવા,તમે મને કયો હું કેમ દુઃખી છુ.આ બધા દુઃખો નું સુ કારણ છે તમે મને કહો. તો મહાત્મા બુદ્ધ એ કહ્યું કે તું જરા તીવ્ર શાંતિ થી  મન ની ગહરાઈ થી વિચાર .સુ કારણ છે તારા દુઃખ નો.

ઘણા સમય સુધી પેલો વ્યક્તિએ  વિચાર કર્યો પણ અને કઈ સમાજ ના પડી તો તેને મહાત્મા બુદ્ધ ને પૂછ્યું કે મને કઈ સાંજ નથી પડતી કે મારા દૂખ નું કારણ શુ  છે કૃપયા કરી ને તમે મને કહો .

તો મહાત્મા બુદ્ધ એ કહ્યું કે તારા બધા દુઃખ નું કારણ તુજ છે. તારા મનની આશક્તિ છે ,તારા મનનો મોહ છે,

તમે બધાએ મહાત્મા બુદ્ધ નો આ શુવિચાર  સાંભળીયો હશે કે તમારા બધા દુઃખો નું કારણ તમારો મોહ છે તમારી લાગણીયો છે.

તો પેહલો માણસ કેહવા લાગ્યો કે મારા બધા દુઃખો નો કારણ મારો મોહ કેમ હોઈ શકે 

તો મહાત્મા બુદ્ધ એ અને 3  વાર્તાઓ કીધી.

પેહલી વાર્તા એક માણસ ઝાડ ને બથ ભરી ને  ઉભો ઉભો ચીસો પાડવા માંડ્યો ( attachment comes from ignorance) કોઈ મને બચાવો કોઈ મને આ જળ થી છોડાવો કોઈ મારી સહાયતા કરો,આ ઝાડ એ મને જકડી લીધો છે .

તેજ સમયે ત્યાં થી એક ગુરુ શિષ્ય પસાર થઇ રહિયા હતા તો શિષ્ય આ જોઈ ને ગુરુ ને કીધું કે આપણે આ માણસ ની મદદ કરવી જોઈએ .( attachment makes you sad love makes you happy)( attachment is bondage love is freedom)(never get too attached to anyone unless they also feels same towards you)

તો ગુરુએ  કીધું કે આ માણસ ની કોઈ મદદ ના કરી શકે તો શિષ્ય અચરજ માં પડી ગયો તેને ગુરુ ને કહ્યું કે કેમ કોઈ પેહલા માણસ ની મદદ ના કરી શકે (Attachment comes only where we expect a return)

ત્યારે ગુરુ એ કહ્યું કે તે માણસે પોતાની જાતેજ ઝાડ  ને પકડી લીધું  છે તો જે માણસ પોતાની જાતેજ કોઈ વસ્તુ ને પકડી લે તો કોઈ તેને કેમ  છોડાવી શકે, કોણ તેને બચાવી શકે ( attachment gives you false hope)

આમ બુદ્ધ ભગવાનએ  કહ્યું કે તે તારી જાતેજ બધા દુઃખો ને પકડી રાખીયા છે , આ મારુ છે , આ મારાથી  છૂટી ના જાય, આ મારી પાસે રેહવું જોઈએ, આ મને મળવું જોઈએ,( love without attachment is light)તારા બધા દુઃખો નું કારણ ' હું અને મારુ' છે.  (Expectation +Illusion =Attachment)

પછી બુદ્ધએ તેને બીજી વાર્તા સંભળાવી ( attachment leads to pain) જેમ એક કરોળિયો એટલે કે સ્પાઇડર પોતેજ જાળ ગુંથે છે તેમાં એ ખોવાઈ જય છે , પછી છેલ્લે તેમાં ફસાઈ જય છે ( most of the time you think attachment is love) તેમજ તે પણ તારા જીવન માં ઘણા સબંધો બનાવ્યા છે , ઘણા સાથે તને મોહ થઇ ગયો છે , ઘણા ને તે તારા બનાવ્યા છે .અને તેમના માં મોહ રાખવાને કારણે તને એ લોકો થી દુઃખ મળે છે.(one of the best feeling is finally losing your attachment)( attachment is another name of pain)દુનિયા માં ઘણા દુઃખ છે પણ  આપણે ક્યારેય દૂખી નથી થતા ક્યારેય દૂખ નથી લાગતું પણ જયારે કોઈ આપણું દૂખી હોઈ કોઈ આપણું આપણે દૂખ આપે ત્યારે આપણે દૂખી થૈયે છીએ .

પછી મહાત્મા એ તેને ત્રીજી વાર્તા  કીધી (root of suffering is attachment)

મધ ના એક વાસણ માં એક માખી જય ને ( the less attached you are the more peaceful you are)તેનો રસ ચૂસવા માંડે છે તેને તેમાં માજા આવે છે ,તે તેમાંથી બાર નીકળવા નથી માંગતી તે ખુબજ પ્રસન્ન થાય છે. ( attachment is the strongest block of realization)( attachment comes through ignorance) જો એ માખી થોડો રસ લઇ ને ઉડી જય તો એ બચી જાય પણ એ ઉડવા નથી માંગતી તેને તેમાં આનંદ મળે છે છેવટે એ માખી રસ થી ધરાય જય છે પણ ઘણું મોળું થઇ ગયું હોઈ છે   તેની પાંખો તેજ રસ માં ડૂબવા માંડે છે. તે ઘણા પ્રયત્નો કરે છે પણ  નીકળી નથી શક્તિ તે તેમજ ફસાઈ ને રહે છે અંત સુધી.( attachment makes you sad love makes you happy)(never get too attached to anyone unless they also feel the same towards you)

તેમજ તે પણ તારા બધા પ્રિયજનો માં આનંદ લીધો સુખુ લીધું શરૂઆત માં તને ખુબજ સારું લાગ્યું ( attachment comes only where we expect a return)પછી તને તેઓએ દૂખ આપ્યું હેરાન કર્યો .

તેમજ કોઈ વ્યક્તિ જો પોતાના સ્વસ્થ નો ધ્યાન રાખી વગર જે તે ખાઈ છે તે છેલ્લે પછી તેનું શરીર ખલાસ થઇ જય છે તેને રોગો થાય  છે તેમજ જયારે મન સંસાર થી ઘણી આશાઓ રાખે છે ,ત્રિશણા અને વાસના માં લાગવા માંડે તો તેના મનમાં ધન નો લોભ જાગે છે .પછી તેને ઘણું ધન મળે પણ તેને કોઈ દિવસ સંતોષ ના થાય તે દન માટે કઈ પણ કરવા તયાર થઇ છે.પછી તેનાથી તેના મન માં દૂખ નો જન્મ થાય છે.

પછી પેલા માણસ ને એહસાસ થયો કે માહત્મ બુદ્ધ સાચું કહે છે મારા બધા દૂખો નું કારણ હુંજ છુ . પછી પેલા વ્યક્તિ આ કીધું કે હે મહાત્મા તમે મારા દુઃખો નું કારણ તો મને કઈ દીધું પણ કૃપયા મારા દૂખો નું નિવારણ પણ કહો.

તો બુદ્ધ ભગવાન એ કીધું કે જો તારે બધા દુઃખો થી દૂર થવું હોઈ તો તારા મન માં થી મોહ અને  વાસના હટાવી ,પ્રેમ અને સંતોષ થી ભરી દે.જે વ્યક્તિ ના મન થી જો મોહ અને વાસના દૂર થઈ જય તો તેને કોઈ જાતનું દુઃખ નથી લાગતું .આ કેહવું ખુબજ સેહલું છે પણ કરવું ખુબજ મુશ્કેલ છે.જો કયોય ને મહાત્મા બુદ્ધ નો આ ઉપદે સમજાઈ તો એ સંસાર નો સુખી માણસ થઈ જાય છે.

આ બધું આપણા જીવન નું છે આપણે જાતેજ બધા સબંધો બધીયે છીએ પછી જાતેજ દૂખી થાયે છે.અપને જાતેજ પ્રેમ વધારેયે છીએ પછી જાતેજ રડીએ છીએ ,જેમની પાછળ આપણે ભાગ્યે છીએ તેજ લોકો અપને છોડી ને જય છે તેજ લોકો આપણને દૂખી કરે છે,જેમના માટે અપને કઈ પણ કરવા માંગ્યે છીએ તેમના માટે આખું જીવન આપી દીયે છીએ તેજ લોકો સૌથી વધારે આપણે દૂખી કરે છે.પછી ભલે તે આપનો પરિવાર હોઈ ,મિત્રો હૉય કે સંતાન હોઈ,જ્યાં પણ અપને મન ,મોહ થી બંધાયે છીએ તેજ સ્થાન થી વધારે દુઃખ મળે છે.

જો મોહ અને વાસના ને અપને દૂર કરી અનેપ્રેમ અને સંતોષ થી આપણું જીવન ભરી દયે તો અપને કદી પણ દૂખી ના થાયે.



Monday, 3 January 2022

સત્યનારાયણનું વ્રત

સત્યનારાયણનું વ્રત /કથા 


 

શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે.તે વ્રત જીવનમાં આધિ- વ્યાધિ- ઉપાધિ અને દરિદ્રતા નો નાશ કરી સુખ -શાંતિ અને તંદુરસ્તી આપે છે.દરિદ્ર દ્રવ્યમાન બને છે.સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે છે .ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે.ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે.

આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયકાળે એક બાજોટ ઉપર સફેદ  વસ્ત્ર પથારી ,તેના ઉપર સત્યનારાયનની છબી પધરાવવી .વચ્ચે ઘઉંના  દાણાં નો ઢગલો કરી તેના ઉપર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકી ,ધૂપ-દીપ કરી ને આ વ્રત કથા વાંચવી કે સાંભળવી .તેનાથી ભગવાન સત્યનારાયણ ની કથા જેટલું પુણ્ય પ્રાપ્ત થઇ છે.

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...