Tuesday 25 May 2021

શ્રી ગણેશ સ્તુતિ

 શ્રી ગણેશ સ્તુતિ 

ગાઇયે ગણપતિ જગ-વંદન l 
શંકર ભુવન ભાવની-નન્દન ll 
શિદ્ધિસદન ,ગજ-વંદન ,વિનાયક l 
કૃપા- સિન્ધુ ,સુન્દર સબ લાયક ll 
મોદક-પ્રિય, મૂદ -મંગલ દાતા l
વિદ્યા-વારિધિ બુદ્ધિ વિધાતા ll 
માંગત તુલસીદાસ કર જોરે l
બસહિં રામ- સિયા માનસ મોરે ll 


Friday 14 May 2021

સોમવતી અમાસ

 સોમવતી અમાસ 



જે દિવસે સોમવારે અમાસ આવતી હોય , ત્યારે આ વ્રત કરવું .આ દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી ,પીપળાને ગોળ પ્રદક્ષિણા કરતા કાચા  સુતરની દોરી પીપળાને ફરતે વીંટવી .આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું .સોમવતી અમાસને દિવસે જળમાં પિલધારી ગંગા અને પુષ્કળ તિર્થો વસે છે .સ્વર્ગમાં ,આકાશમાં અને પૃથ્વીમાં જે તિર્થો છે.તે સંઘળા તિર્થો સોમવતી અમાસ ને દિવસે જળમાં વસે છે.તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે.


અખાત્રીજ

અખાત્રીજ   


અખાત્રીજ નું મહત્વ અને મહત્વપૂર્ણ જાણકારીઓ 

 બ્રહ્માજી ના પુત્ર અક્ષય કુમાર નું અવતરણ .

 માં અન્નપૂર્ણા નો જન્મ 

 ચિરંજીવી મહાઋષિ પરશુરામ ભગવાન નો જન્મ એટલે આજે પરશુરામ જન્મ ઉત્સવ પણ છે .

 આજના દિવસે કુબેર ને ધન પ્રાપ્તિ થઇ હતી .

 માં ગંગા નું ધરતી પર અવતરણ થયું હતું .

 સૂર્ય દેવ એ પાંડવોને અક્ષયપાત્ર આપ્યું હતું .

મહાભારત નું યુદ્ધ સમાપ્ત થયું હતું.

ગણેશજી સાથે ઋષિ વેદવ્યાસ એ મહાભારત ની રચના શુરૂ કરી હતી .

 પેહલા તીર્થંકર આદિનાથ ઋષભ દેવજી ભગવાન  એ 13 મહિનાનો કઠિન ઉપવાસ શેરડી ના રસ થી કર્યો હતો.

 પ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી બદ્રી નારાયણ ધામ ના દરવાજા ખોલાયા.

વૃંદાવન ના બાંકેબિહારી મંદિર માં ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણો ના દર્શન થયા હતા .

 ભગવાન જગન્નાથપુરી ના રથો બનાવવાનું પ્રારંભ થયું હતું.

 આદિ શંકરાચાર્ય  એ કનાકધારા સ્તોત્રોં ની રચના કરી હતી .

 આ દિવસ ને અક્ષય પણ કહેવામાં આવે છે .શ્રય એટલે નાશ અક્ષય એટલે જેનો કોઈ દિવસ નાશ ન થાય .

 અખાત્રીજ ના દિવસે કોઈ પણ મહ્વત્વ ના કાર્ય થાય છે.

 શ્રી હરિ વિષ્ણુ ભાગના અને માં લક્ષ્મી ની કૃપા તમારા પર બની રહે 

તમારા ઘર અને મન ધન થી ભરેલા રહે 

અક્ષય તૃતીયા પર તમારા સપના પૂર્ણ થાય 

તમારો પરિવાર તમારો થાય 

એનો સાથ કોઈ દિવસ ના છોડાય 



 

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...