યોગાસન કરતા પેહલા ધ્યાન રાખવાજેવી અગત્ય ની બાબતો
1. આસનો ખાલી પેટે અથવા ભોજન કાર્ય બાદ 4-5 કલાક પછી કે દૂધ પીધા બાદ 2 કલાક પછી કરી શકાય છે.આસાન કાર્ય બાદ અર્ધી કલાક પછી જ કઈ ખાવું કે પીવું.
2.યોગાસન બને ત્યાં સુધી પ્રતકાળે શૌચક્રીયા પછી કરવાં જોઈએ .
3.સ્નાન કારિયા પછી યોગાસન કરો તો સારું.
4.મોં દ્વારા શ્વાસ ના લેતા નાક થી શ્વાસ લેવો .
5.હંમેશા આસાન બિછાવીને તેના પર બેસીને જ આસાન કરો .ખુલ્લી સ્વરછ સમતલ અને શાંત જગ્યા પર બેસી આસાન કરવું જોઈએ.
6.આસાન કરનારનું ધ્યાન શ્વાસ ઉપર તેમજ શરીર જે અંગો ઉપર જોર પડતું હોયતે અંગો ઉપર રેહવું જોઈએ.
7.એકાગ્રતા થી આસાન કરવામાં આવે તો શારીરિક અને માનસિક લાભ વધુ થઇ છે . આસાન કરતી વખતે વાતચીત કરવી નહિ .
8.યોગાસન અહીંસક ક્રિયા છે એટલે બળજબરીથી કે ઝડપથી કે ઉતાવળથી એનો કરવા નહીં.
9.આસન કર્યા બાદ ઠંડી કે ઠંડા વાતાવરણમાં ન નીકળવું .સ્નાન કરવું હોઈ તો 15- 20 મિનિટ પછી કરવું.
10. આસનો કરતાં કરતાં વચ્ચે અને છેલ્લે સવાસન કરીને શરીરના તંગ થયેલા સ્નાયુઓને ઢીલાં કરી આરામ આપવો.
11.આસન બાદ મૂત્ર ત્યાગ અવશ્ય કરવો.
12.આસાન કર્યા બાદ થોડું તાજું પાણી પીવું હિતાવહ છે.
13.સ્ત્રીઓએ સગર્ભાવસ્થામાં કોઈપણ આસન કદાપિ ન કરવું.
14.આસાન બહુ નાના બાળકો ને ન કરાવવું .12 વર્ષ ની ઉપર ઉંમરની ઉમરવાળી વ્યક્તિઓએ જ કરવાં .
15.જેમને બ્લડપ્રેશર કે હ્રદયરોગની તકલીફ હોઈ તેમણે યોગાસન ન કરવાં અથવા ડૉક્ટર ની સલાહ અનુસાર કરવાં .
16. યોગાસન કરતા પેહલા જાણકાર યોગ શિક્ષક કે ડૉક્ટર ની સલાહ લેવી હિતાવહ છે.
17.બે આસનો વચ્ચે સવાસન કે સૂક્ષ્મ આસન કરવું જરૂરી છે .
18.આહાર સાદો સાત્વિક અને ઓછો લેવો જોઈએ.
યોગાસનો નું મહત્વ અને ફાયદાઓ
યોગાસનો માટે ઓછી જગ્યા અને ઓછા સાધનોની જરૂર પડે છે.
યોગાસનો વ્યક્તિ પોતે એકલી પણ કરી શકે છે .
યોગાસનથી શરીરીના યાત્રિક અંગો ને પૂરતી કસરત મળી રહે છે.
શરીર લચીલું અને સ્ફર્તિમય બને છે. જેથી કામ કરવાની શક્તિ વધે છે . વ્યક્તિ યુવાન લાગે છે. તેનું આયુષ્ય વધે છે અને નિરોગી રહે છે.
યોગાસનની અસર મન અને ઈન્દ્રીઓ ઉપર વધારે પડે છે.તેને કારણે વ્યક્તિની મન અને ઇન્દ્રિયોને વશ કરવાની શક્તિનો વિકાસ થઇ છે.
યોગાસનમાં વધારે ખોરાકની જરૂર પડતી નથી. તેથી વિશેષ ખર્ચ કરવો પડતો નથી.
યોગાસનદ્વારા મળ અને અન્ય વિકૃતિઓ સારી રીતે બહાર નીકળી શકે છે ,જેને કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર રોગમુક્ત બને છે.
જુદાં જુદાં આસનો દ્વારા શરીર જુદી જુદી કેશવાહિનીઓ નું રક્ત ઝડપથી શુદ્ધિકરણ થાય છે.
યોગાસનો અને પ્રાણાયમોથી ફેફસાને સકુંચન અને પ્રસારણની શક્તિ વધે છે તેથી રુધિર વધારે પ્રમાણમાં શુદ્ધ થાય છે.
આસનો દ્વારા કરોડરજ્જુને ફ્લેક્સિબલ અને મજબૂત રાખી શકાય છે.
આસનો કરતી વખતે ખુબજ ઓછી શક્તિ નો વ્યય થાય છે . પરિણમે ઓછો થાક લાગે છે.
યોગાસન થી શારીરિક અને માનસિક શક્તિ તેમજ વ્યક્તિનો બૌદ્ધિક અને આત્મિક વિકાસ પણ શક્ય બને છે .
મોટી ઉંમરના ભાઈ બેહનો પણ કરી શકે છે.
યોગાસનો અને પ્રાણાયમથી અનેક રોગો મટાડી શક્ય છે.
યોગાસનોથી જુદી જુદી ગ્રન્થોને જાગ્રત કરી શકાય છે.
પ્રાણાયમ કરતા પેહલા આસનો કરવા જોઈએ .