સત્યનારાયણનું વ્રત /કથા
શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે.તે વ્રત જીવનમાં આધિ- વ્યાધિ- ઉપાધિ અને દરિદ્રતા નો નાશ કરી સુખ -શાંતિ અને તંદુરસ્તી આપે છે.દરિદ્ર દ્રવ્યમાન બને છે.સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે છે .ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે.ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે.
આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પથારી ,તેના ઉપર સત્યનારાયનની છબી પધરાવવી .વચ્ચે ઘઉંના દાણાં નો ઢગલો કરી તેના ઉપર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકી ,ધૂપ-દીપ કરી ને આ વ્રત કથા વાંચવી કે સાંભળવી .તેનાથી ભગવાન સત્યનારાયણ ની કથા જેટલું પુણ્ય પ્રાપ્ત થઇ છે.